શશિ થરૂરે હિંદુઓનું અપમાન કર્યું, જનોઇ ધારી રાહુલ કરે સ્પષ્ટતા: સ્મૃતિ ઇરાની
સ્મૃતિ ઇરાનીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને સવાલ કર્યો કે વારંવાર હિંદુઓનો ઉપહાસ શા માટે કરવામાં આવે છે
નવી દિલ્હી : કોંગ્રેસ નેતા શશિ થરૂર દ્વારા યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની કેબિનેટમાં કુંભમાં ગંગા સ્નાન મુદ્દે મજાક ઉડાવવા અંગે ભાજપ રાહુલ ગાંધીને સવાલ કર્યો છે. ભાજપ નેતા સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે, જનોઇ ધારી રાહુલ ગાંધી કોંગ્રેસ નેતા શશિ થરૂરનાં ટ્વીટ પર જવાબ આપે. શશિ થરૂર કુંભના સંગમ કિનારે યોગીના મંત્રીઓ દ્વારા આસ્થાની ડુબકી મુદ્દે જે પ્રકારનાં શબ્દો વાપર્યા છે તે યોગ્ય છે ?
થરૂરનાં ટ્વીટનો જવાબ આપવા મીડિયા સમક્ષ આવેલા સ્મૃતીએ કહ્યું કે, કુંભમા તપસ્વી આવે છે. સનાતન ધર્મનાં સૌથી મોટા પ્રતિક કુંભમાં શશિ થરૂર મજાક ઉડાવ્યો છે. રાહુલ ગાંધીની ચુપકીદી આ વાતના પુરાવા છે. રાહુલ ગાંધીની આ મુદ્દે ચુપકીદી એ વાતનો પુરાવો છે કે શશિ થરૂરને તેમનું સમર્થન છે. તેમણે ભાજપનાં પ્રતિનિધિઓનું પણ અપમાન અને ઉપહાસ કર્યો છે.
વારંવાર હિંદુઓનું અપમાન શા માટે ?
સ્મૃતિ ઇરાનીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને સવાલ કર્યો કે આખરે તેઓ વારંવાર હિંદુઓની આસ્થા સાથે રમત શા માટે કરે છે. તેમનું અપમાન કરે છે ? તેમણે કહ્યું કે, જે કોંગ્રેસ આ સમયે નેતૃત્વ કરી રહ્યા છે તેઓ પણ ચૂંટણી ટાણે જનોઇ ધારણ કરે છે.
થરૂરી ટ્વીટ કરીને કહ્યું હતું બધા જ નગ્ન છે
યોગી કેબિનેટનાં સભ્યોની નહાવાની તસ્વીર ટ્વીટ પર શેર કરતા શશિ થરૂરે લખ્યું કે, ગંગા પણ સ્વચ્છ રાખવી છે અને પાપ પણ ધોવા છે. આ સંગમમાં તમામ નગ્ન છે ! જય ગંગા મૈયા કી