નવી દિલ્હી : કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ ગુરૂવારે મીટૂ અભિયાન હેઠલ વિદેશ રાજ્યમંત્રી એમજે અકબર પર લાગેલા શારીરિક શોષણના આરોપો અંગે પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે, આ મુદ્દે હાલ નિવેદન આપવું યોગ્ય નથી. હું સરાહનાં કરુ છું કે મીડિયા પોતાની મહિલા સહયોગીનું સમર્થન કરી રહ્યું છે. તેમણે કહ્યું કે, જે પણ મહિલા આ મીટૂ અભિયાનમાં બોલી રહી છે તેમને કોઇ પણ પ્રકારની શરમ કે પીડાવાની જરૂર નથી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહિલાઓ સન્માન અને પોતાનાં સપનાઓને પુરા કરવા માટે કામ કરે છે: સ્મૃતિ
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, એક તરફ પોતાનાં સપનાઓને પુરા કરવા માટે કામ કરે છે. જો તેમની સાથે કોઇ ખરાબ વર્તન થાય તો બિલ્કુલ સહન ન કરવું જોઇએ. સોશ્યલ મીડિયા પર જે પ્રકારે અલગ અલગ મહિલાઓએ અકબર અંગે પોતાની વાત કરી, તેમની વાતોને દબાવવાનો જરા પણ પ્રયાસ ન થવો જોઇએ. મને આશા છે કે આ તમામ મહિલાઓને ન્યાય મળશે. સ્મૃતિએ કહ્યું કે, જે પ્રકારે મહિલાઓ આ અંગે બોલી રહી છે, તેમની હિમ્મતની દાદ આપવી જોઇએ. 



અત્રે ઉલ્લે્ખનીય છે કે, મીટૂ #Mee too અભિયાન હેઠળ હાલમાં જ કેન્દ્રીય વિદેશ રાજ્યમંત્રી એમ.જે અકબર પર પણ આરોપ લાગ્યા છે. તેમના પર આરોપ છે કે જ્યારે તેઓ સંપાદક હતા ત્યારે તેમણે અનેક મહિલાઓ પત્રકારોનું શારીરિક શોષણ કર્યું. આ અંગે ઘણા પત્રકારો સોશિયલ મીડિયાની મદદ લેતા અકબર પર જાહેર આરોપ લગાવી રહ્યા છે.