નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિએ કેન્દ્રીય મંત્રીપરિષદમાંથી મુખ્તાર અબ્બાસ નકવી અને આરસીપી સિંહના રાજીનામાનો તત્કાલ પ્રભાવથી સ્વીકાર કરી લીધો છે. સાથે સ્મૃતિ ઈરાનીને તેમના વર્તમાન પોર્ટફોલિયો સિવાય અલ્પસંખ્યક મામલાના મંત્રાલયનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. તો જ્યોતિરાદિત્ય સિંધિયાને સ્ટીલ મંત્રાલયનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાષ્ટ્રપતિ ભવન તરફથી જાહેર અખબારી યાદી પ્રમાણે પ્રધાનમંત્રીની સલાહ પર રાષ્ટ્રપતિએ નિર્દેશ આપ્યા છે કે કેન્દ્રીય મહિલા તથા બાળ વિકાસ મંત્રી સ્મૃતિ જુબિન ઈરાનીને અલ્પસંખ્યક મામલાના મંત્રાલયનો પણ પ્રભાવ સોંપવામાં આવે. કેબિનેટ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને તેમના નાગરિક ઉડ્ડયન મંત્રાલયની સાથે સ્ટીલ મંત્રાલયનો પ્રભાર પણ સોંપવામાં આવ્યો છે. 


પીએમ મોદીએ બંને મંત્રીઓની કરી પ્રશંસા
આ પહેલા આજે કેબિનેટ બેઠક દરમિયાન પીએમ મોદીએ મુખ્તાર અબ્બાસ નકવી અને આરસીપી સિંહ બંનેની તેમના મંત્રી કાર્યકાળ દરમિયાન આપેલા યોગદાન માટે પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રીની પ્રશંસાને તે રૂપમાં જોવામાં આવી કે આજે યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક બંને નેતાઓ માટે છેલ્લી હતી. 


આ પણ વાંચોઃ પીટી ઉષા, ઇલૈયારાજા સહિત આ 4 દિગ્ગજ જશે રાજ્યસભા, PM મોદીએ ટ્વીટ કરી આપી શુભેચ્છા


રાજ્યસભાના સભ્યના રૂપમાં કાર્યકાળ થઈ રહ્યો છે પૂરો
બંને નેતાઓનો રાજ્યસભાના સભ્યના રૂપમાં કાર્યકાળ સાત જુલાઈ એટલે કે ગુરૂવારે પૂર્ણ થઈ રહ્યો છે. બંને મંત્રીઓએ બંધારણીય દાયિત્વને પૂરા કરવા માટે પોતાનું રાજીનામુ સોંપી દીધુ કારણ કે શુક્રવારથી તે સાંસદ રહેશે નહીં. ભાજપના વરિષ્ઠ નેતા મુખ્તાર અબ્બાસ નકવી રાજ્યસભાના ઉપનેતા પણ રહ્યા છે. તો આરસીપી સિંહ જેડીયૂ કોટાથી મોદી કેબિનેટમાં મંત્રી હતી. નકવીના રાજીનામા બાદ હવે કેન્દ્રમાં કોઈ મુસ્લિમ મંત્રી હશે નહીં અને ભાજપના લગભગ 400 સાંસદ સભ્યોમાંથી કોઈ મુસ્લિમ સાંસદ હશે નહીં. 


મોદી કેબિનેટમાં ક્યારે બન્યા હતા મંત્રી?
મુખ્તાર અબ્બાસ નકવી 26 મે 2014ના મોદી મંત્રાલયમાં અલ્પસંખ્યક મામલા અને સંસદીય મામલાના રાજ્યમંત્રી બન્યા હતા. 2016માં નજમા હેપતુલ્લાના રાજીનામા બાદ તેમને અલ્પસંખ્યલ મામલાના મંત્રાલયનો સ્વતંત્ર પ્રભાર મળ્યો હતો. નકવીએ 2019માં મોદી કેબિનેટમાં કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા અને અલ્પસંખ્યક મામલાના મંત્રી બન્યા હતા. તો આરસીપી સિંહને જેડીયૂ કોટામાંથી કેન્દ્રીય સ્ટીલ મંત્રી બન્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube