Video: માસ્કની અંદર છુપાવ્યું અધધ રૂપિયાનું સોનું, કારીગરી જોઇ તમે પણ કરશો સલામ
બેગમાંથી 10 આઇફોન , 12 પ્રો-8 આઇફોન મળી આવ્યા, જેને પહેલાં ઉપયોગ કરવામાં આવ્યા હતા. સાથે જ બે લેપટોપ, બે કાર્ટૂન સિગરેટ. તમા સામાનની કિંમત 11 લાખ રૂપિયા આંકવામાં આવી છે. હાલ સામાનને કસ્ટમ એક્ટ હેઠળ સીઝ કરી આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
ચેન્નઇ: કોરોનાથી બચવા માટે માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવે છે. ઘણી જગ્યાએ નો માસ્ક નો એન્ટ્રી છે તો ઘણી જગ્યાએ દંડ ફટકારવામાં આવે છે. પરંતુ દંડ ફટકારનાર હવે માસ્કનો સહારે ઘટનાને અંજામ આપતા અચકાતા નથી. ચેન્નઇ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે એક ચોંકાવનારા કેસનો ખુલાસો કર્યો છે.
જોકે પુડુકોટ્ટઇનો રહેવાસી 40 વર્ષનો મોહમંદ અબ્દુલા દુબઇથી ફ્લાઇટ નંબર-FZ-8517 વડે ચેન્નઇ એરપોર્ટ પર પહોંચ્યો હતો. અબ્દુલ્લા એરપોર્ટથી નિકળવા માટે ઉતાવળ કરી રહ્યો હતો. ત્યારે અધિકારીઓને શંકા ગઇ. શંકાના આધારે અટકાવ્યા બાદ તેની સાથે પૂછપરછ શરૂ થઇ. પૂછપરછ દરમિયાન અબ્દુલા ખૂબ ગભરાયેલો હતો, ત્યાં સુધી કે તેનો અવાજ સ્પષ્ટ આવી રહ્યો ન હતો.
એવામાં અધિકારીઓએ તેને માસ્ક હટાવવા માટે કહ્યું. અબ્દુલ્લાનું માસ્ક ખૂબ ભારે હતું, માસ્કને ખોલવામાં આવ્યું તો બ્રાઉન કલરનું પાઉચ મળી આવ્યું, જેને ટેપ વડે લપેડવામાં આવ્યું હતું. જ્યારે તે પાઉચને ખોલવામાં આવ્યું તો 85 ગ્રામ સોનાની પેસ્ટ મળી આવી. આ સોનાની પેસતની કિંમત 2 લાખ 93 હજાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
આ ઉપરાંત તેની બેગમાંથી 10 આઇફોન , 12 પ્રો-8 આઇફોન મળી આવ્યા, જેને પહેલાં ઉપયોગ કરવામાં આવ્યા હતા. સાથે જ બે લેપટોપ, બે કાર્ટૂન સિગરેટ. તમા સામાનની કિંમત 11 લાખ રૂપિયા આંકવામાં આવી છે. હાલ સામાનને કસ્ટમ એક્ટ હેઠળ સીઝ કરી આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube