નવી દિલ્હી : ડીઆરઆઇએ ફોરેન પોસ્ટ ઓફીસમાં મોટા પ્રમાણમાં પ્રતિબંધિત ડ્રગ જપ્ત કર્યું છે. ડ્રગ્સને હર્બલ દવા અને હેલ્થ પ્રોડક્ટનાં નામે વિદેશમાં મોકલવામાં આવતું હતું. ડ્રગ્સને કેપ્સૂલ અને ટેબલેટ્સ સ્વરૂપે નાના નાના પેકેટ્સ બનાવીને પોસ્ટ ઓફીસ દ્વારા અમેરિકા, યુકે, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને અન્ય દેશોમાં મોકલવામાં આવી રહ્યા હતા. મળતી માહિતી અનુસાર 10 કરોડ રૂપિયાની કિંમતનાં સાડા ત્રણ લાખ ટેબલેટને વિદેશમાં મોકલવાની તૈયારી હતી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જપ્ત કરવામાં આવેલી દવાઓમાં અલ્પ્રાજોલમ, એમ્ફેટેમિન, ડાયજેપામ, લોરાજપમ, નિતરાજપમ, જોલપિડેમ, ઓક્સિકોડોને, ટ્રમદોલ નામનાં પ્રતિબંધિત ડ્રગ્સ મળી આવ્યા છે. ડીઆરઆઇનાં એક અધિકારીએ Zee Media સાથે વાતચીત કરતા કહ્યું કે, અમારા વિભાગનાં લોકોએ 2થી 5 મે દરમિયાન 24 કલાક સુધી દરેક પાર્સલ પર નજર રાખી હતી. દરેક શિપમેન્ટ અલગ અલગ દેશ અને સરનામા પર જઇ રહ્યા હતા. ડીઆરઆઇને જ્યારે આ હર્બલ પ્રોડક્ટ હોવા અંગે શંકા થઇ તો તપાસ કરવામાં આવી. ડ્રગ તસ્કરીનાં આ સમગ્ર મુદ્દો પકડાયો હતો. 

ડીઆરઆઇને વિદેશમાંથી માહિતી મળી રહી હતી કે, તેનાં દેશમાં ભારતથી મોટા પ્રમાણમાં ટેબ્લેટ્સ અને કેપ્સુલ સ્વરૂપે ડ્રગ્સ મોકલવામાં આવી રહ્યું છે. ડીઆરઆઇએ ઇનપુટનાં આધારે કાર્યવાહી કરતા વિદેશમાં જતા પાર્સલ પર બારીક નજર રાખી હતી. જેમાં હર્બલ દવાનાં પાર્સલ મોટા પ્રમાણમાં વિદેશ જતા હોવાનું સામે આવ્યું હતું. જેનાં કારણે આ શિપમેન્ટ પર નજર રાખ્યા બાદ સમગ્ર મુદ્દો સામે આવ્યો હતો.