નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર હંમેશા કંઈકને કંઈક ચોંકાવનારૂ વાયરલ થતું રહે છે. આવો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં એક મહિલા ખાટલા પર આરામ કરી રહી છે. આ દરમિયાન ત્યાં સાપ આવે છે અને તે મહિલા ઉપર બેસી જાય છે. સાંપનો અંદાજ આવતા મહિલા ડરી ગાય છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે તે મદદ માટે રાડો પાડી રહી છે. તો ડરને કારણે મહિલા હલી પણ શકી નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાયરલ થયો વીડિયો
આ વીડિયો આઈએફએસ ઓફિસર સુશાંત નંદાએ શેર કર્યો છે. વીડિયો શેર કરવાની સાથે કેપ્શનમાં તેમણે લખ્યું કે જો તમારી સાથે આવું થાય તો તમારી શું પ્રતિક્રિયા હશે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સાંપ મહિલાની ઉપર ફેણ ચડાવી બેઠો છે. તો તેનાથી ડરેલી મહિલા મદદ માટે કહી રહી છે. ઈન્ટરનેટ પર આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. અત્યાર સુધી વીડિયોને હજારો વ્યૂ અને લાઇક્ટ મળી ચુકી છે. પરંતુ આ વીડિયો ક્યાંનો છે તેની જાણકારી સામે આવી નથી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube