નવી દિલ્હી: દેશની રાજધાનીમાં બદમાશોનો જુસ્સો બુલંદ છે. દિલ્હી પોલીસના અનેક દાવા છતાં વારદાતો ઘટવાનું નામ લેતી નથી. દિલ્હીના શાલીમાર બાગ વિસ્તારમાં બદમાશોએ ગુરુવારે સાંજે મોબાઈલ સ્નેચિંગની એક ઘટનાને અંજામ આપ્યો. આ વારદાતમાં બદમાશ પીડિતાને લગભગ 150 મીટર સુધી પોતાની સ્કૂટીથી ઢસડી ગયા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. 


વાયરલ થયો ખૌફનાક વીડિયો
અત્રે જણાવવાનું કે આ ઘટનાનો વીડિયો વિચલિત કરનારો અને ડર પેદા કરનારો છે. પીડિતા શાલીમાર બાગ વિસ્તારમાં ફોર્ટિસ હોસ્પિટલમાં કામ કરે છે. જે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે આ મામલે તપાસ કરી રહી છે. પોલીસે કેસ દાખલ કર્યો છે અને આરોપીઓની શોધ શરૂ કરી છે. પોલીસ અધિકારીએ કહ્યું કે આ ઘટનામાં જે પણ દોષિત હશે તેને કડક સજા મળશે. અમને કેટલાક સૂરાગ મળ્યા છે આરોપી જલદી પકડાઈ જશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube