મુંબઈ : નસકોરાં બોલાવનાર વ્યક્તિની ઊંઘ ઘસઘસાટ નહીં પણ અધકચરી કહેવાય છે. કોઈ વ્યક્તિ ઊંઘમાં નસકોરાં બોલાવતી હોય ત્યારે તેના મગજને ઓછો આરામ મળે છે. લોકો એવું પણ માનતા હોય છે કે નસકોરાં સાથે ઊંઘનાર વ્યક્તિ અત્યંત ગાઢ નિદ્રામાં હોય છે, પરંતુ તબીબી દૃષ્ટિએ આ માન્યતા ખોટી તથા ભૂલભરેલી છે. મોટી ઉંમરે નસકોરાં બોલે એ સામાન્ય બાબત છે. નસકોરાં સાથે સૂવાની બાબતને ઊંઘના એક રોગ તરીકે ગણવામાં આવે છે. નસકોરા બોલાવનાર વ્યક્તિને હાઈ બીપી, હાઇપર ટેન્શન, હ્ય્દયરોગ તથા લકવાના હુમલાનું પ્રમાણે વધારે જોવા મળે છે. પશ્ચિમના દેશોમાં તો નસકોરાં બોલવા એ છૂટાછેડા માટેનું એક મોટું કારણ બન્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નસકોરાંનું ચોક્કસ કારણ જાણવા માટે દર્દીનું વજન, થાઇરોઇડના ટેસ્ટ તથા સાઇનસની તકલીફ માટે એક્સ-રે કે સીટીસ્કેન કરાવવામાં આવે છે. નસકોરાંનાં અનેક કારણો છે, પરંતુ સૌથી મહત્ત્વનું કારણ મેદસ્વીપણું છે. આ સિવાય હાઈપો થાઇરોડિઝમ (થાઇરોઇડનો રોગ), વધારે પડતા મોટા ટોન્સિલ્સ (કાકડા), નાકના મસા, એર્લિજક સાઇનુસાઇટીસ તેમજ જડબાંનો અમુક પ્રકારનો વિકાસ નસકોરાં માટે જવાબદાર હોઈ શકે છે.


જો નસકોરાં ઘટાડવા હોય તો સૌથી પ્રાથમિક ઈલાજ નિયમિત કસરત તથા વજન ઘટાડવાનો છે. આ સિવાય નસકોરાં માટેના કારણભૂત રોગ જેવા કે થાઇરોઇડ, સાઈનસ તથા ટોન્સિલ અને એડિનોઇડ વગેરેનો ઈલાજ કરાવવો જોઈએ. આ રોગને કારણે વધારે મુશ્કેલી અનુભવતા દર્દીની સર્જરી પણ કરવી પડે છે.


હેલ્થને લગતા આર્ટિકલ વાંચવા માટે કરો ક્લિક...