લદ્દાખઃ બરફના તોફાનમાં ફસાયા 10 પ્રવાસીઓ, પોલીસ અને સેનાએ શરૂ કર્યું બચાવ અભિયાન
લદ્દાખમાં તાપમાન માઇનસ 15 ડિગ્રી હોવાને કારણે રેસ્ક્યૂ ઓપરેશનમાં ઘણી મુશ્કેલી આવી રહી છે.
શ્રીનગરઃ જમ્મૂ કાશ્મીરના લદ્દાખમાં બરફના તોફાનને કારણે ઘણી ગાડીઓ બરફમાં ઢકાઈ ગઈ છે. બરફના તોફાનમાં 10 લોકો દબાઈ ગયાના સમાચાર મળી રહ્યાં છે. ઘટનાની જાણકારી મળતા ઘટના પર પહોંચેલી પોલીસ અને સેનાના અધિકારીઓએ રેસ્ક્યૂ ઓપરેશન કરી દીધું છે. લદ્દાખનું તાપમાન માઇનસ 15 ડિગ્રી હોવાને કારણે રેસ્ક્યૂ ઓપરેશનમાં મુશ્કેલી પડી રહી છે. રાખદુંગલા પાસે લદ્દાખનું સૌથી ઉંચુ શિખર 18380 ફુટની ઉંચાઈ પર છે.