દેશમાં અત્યાર સુધી 21 કરોડથી વધુ કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા, સ્વાસ્થ્ય મંત્રાલયે આપી જાણકારી
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પાસેથી પ્રાપ્ત જાણકારી અનુસાર દેશમાં અત્યાર સુધી 21 કરોડ 20 લાખ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે, જેમાં પ્રથમ અને બીજો ડોઝ સામેલ છે.
નવી દિલ્હીઃ ભારતમાં અત્યાર સુધી 21 કરોડ 20 લાખથી વધુ કોરોના વેક્સિન (Corona vaccine) ના ડોઝ આપવામાં આવી ચુક્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે દેશમાં 21,20,66,614 વેક્સિનના ડોઝ આપવામાં આવી ચુક્યા છે, જેમાં પ્રથમ અને બીજો ડોઝ સામેલ છે. તો છેલ્લા 24 કલાકમાં 30 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.
ભારતમાં અત્યાર સુધી કુલ 21,20,66,614 વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.
- 98,62,777 હેલ્થ કેર અને 1,55,59,932 ફ્રંટલાઇન વર્કરોને પ્રથમ ડોઝ આપવામાં આવી ચુક્યો છે.
- તો 67,72,792 હેલ્થ કેર અને 84,89,241 ફ્રંટ લાઇન વર્કરોને બીજો ડોઝ આપવામાં આવી ચુક્યો છે.
- આ સિવાય 60 વર્ષથી વધુ ઉંમરના 5,84,40,218 લોકોને પ્રથમ અને 1,86,50,378 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ જૂનમાં વધુ ઝડપી બનશે વેક્સિનેશન અભિયાન, રસીના 12 કરોડ ડોઝ હશે ઉપલબ્ધ
- 45થી 60 વર્ષની ઉંમરના 6,54,11,045 લોકોને પ્રથમ અને 1,05,27,297 લોકોને કોરોના વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
- 18થી 44 વર્ષના 1,83,43,505 લોકોને પ્રથમ અને 9429 લોકોને વેક્સિનનો બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે.
છેલ્લા 24 કલાકમાં 30,35,749 વેક્સિનના ડોઝ આપવામાં આવ્યો જેમાં પ્રથમ અને બીજો ડોઝ સામેલ છે.
દેશવ્યાપી રસીકરણ અભિયાનની શરૂઆત 16 જાન્યુઆરીથી કરવામાં આવી હતી અને ફ્રંટ લાઇન વર્કર્સનું રસીકરણ 2 ફેબ્રુઆરીથી શરૂ થયું હતું. કોરોના રસીકરણના આગામી તબક્કાની શરૂઆત 1 માર્ચથી થઈ જેમાં 60 વર્ષથી મોટી ઉંમરના અને 45થી વધુ ઉંમરના બીમારીથી પીડિત લોકોનું રસીકરણ શરૂ થયું હતું. તો એક એપ્રિલથી 45થી વધુ ઉંમરના તમામ લોકોના રસીકરણની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ એક મેથી દેશમાં 18થી 44 વર્ષના લોકો માટે રસીકરણની શરૂઆત કરવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube