નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી અધ્યક્ષ મહેબૂબા મુફ્તીએ ભાજપ સરકાર પર પ્રહાર કર્યો છે. મુફ્તીએ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાના અનંતનાગના સૂર્યમંદિરમાં પૂજાનો ઉલ્લેખ કરતા કહ્યુ કે, ભાજપની સરકાર લોકોને રોજગારી આપી રહી નથી, તેથી ધ્યાન ભટકાવવા મુસલમાનોને પાછળ લોકોને લગાવવામાં આવી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તાજમહેલ વિવાદ પર આપ્યું નિવેદન
મહત્વનું છે કે દેશમાં છેલ્લા કેટલાક દિવસથી તાજમહેલનો મુદ્દો ચર્ચામાં છે. અહીં બંધ 22 જેટલા રૂમ ખોલવાની માંગ કરવામાં આવી રહી છે. તેને લઈને હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. હવે આ મુદ્દે જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રીએ ભાજપ સરકાર પર નિશાન સાધ્યુ છે. તેમણે કહ્યું કે, મસ્જિદ અને તાજમહેલની વાત કરવામાં આવી રહી છે. મુગલોના સમયની મસ્જિદો અને તાજમહેલની પાછળ પડવાથી કંઈ મળશે નહીં. તેમણે ભાજપ સરકારને પડકાર ફેંકતા કહ્યું કે જો તાકાત હોય તો લાલકિલ્લા અને તાજમહેલને મંદિર બનાવી દો, પછી જોઈએ કેટલા લોકો આ દેશમાં તેને જોવા આવશે. 


દેશદ્રોહ કાયદાની સમીક્ષા સુધી દાખલ નહીં થાય નવા કેસ? સુપ્રીમે કેન્દ્ર પાસે જવાબ માંગ્યો


દેશભરમાં છેલ્લા કેટલાક દિવસથી એવા મુદ્દા ચર્ચામાં છે, જેને લઈને રાજકીય માહોલ ગરમ છે. નોંધનીય છે કે દેશમાં બુલડોઝરની કાર્યવાહી, લાઉડસ્પીકર અને હનુમાન ચાલીસા વિવાદ, ભાષા વિવાદ હોય કે જ્ઞાનવાપી મસ્જિદમાં સર્વે કરાવવાની વાત હોય. હવે તાજમહેલને લઈને નવો વિવાદ શરૂ થઈ ગયો છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube