નવી દિલ્હીઃ સોશિયલ મીડિયાનો વધતો જતો દુરૂપયોગ રોકવા અને તેના પર અંકુશ લગાવવા માટે કેન્દ્ર સરકાર વર્તમાન કાયદાને વધુ કડક કરવકા જઈ રહી છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી એફિડેવીટમાં કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે, વ્યક્તિગત અધિકારી, દેશની અખંડિતતા, સંપ્રભુતા અને સુરક્ષા માટે વધતા જતા ખતરાને ધ્યાનમાં રાખીને પ્રભાવિ નિયંત્રણ માટે વર્તમાન નિયમોને સંશોધિત કરવા અનિવાર્ય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્ર સરકારે પોતાની એફિડેવિટમાં જણાવ્યું છે કે, "છેલ્લા કેટલાક વર્ષમાં સોશિયલ મીડિયાના ઉપયોગમાં મોટો વધારો થયો છે. ભારતમાં સ્માર્ટ ફોનનો ઉપયોગ કરતા લોકોની સંખ્યા વધવાની સાથે સોશિયલ મીડિયાનો વ્યાપ પણ એટલો જ વધ્યો છે. એક તરફ ટેક્નોલોજીએ આર્થિક વિકાસ અને સામાજિક વિકાસનું નેતૃત્વ કર્યું છે તો બીજી તરફ હેટ સ્પીચ, નકલી સમચાર, કાયદો વ્યવસ્થા, રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓ, અપમાનજનક પોસ્ટ અને અન્ય ગેરકાયદે ગતિવિધિઓમાં પણ વધારો જોવા મળ્યો છે." 


હવે સોશિયલ મીડિયા, ફેસબુક, વ્હોટ્સએપ સામેની અરજીઓની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં થશે


"ઈન્ટરનેટ લોકતાંત્રિક રાજનીતિ માટે અકલ્પનીય મુશ્કેલી પેદા કરવા માટે એક શક્તિશાળી ઉપકરણ તરીકે બહાર આવ્યું છે. એવું લાગી રહ્યું છે કે, વ્યક્તિગત અધિકારો અને રાષ્ટ્રની અખંડતા, સંપ્રભુતા અને સુરક્ષાના વધતા જોખમને ધ્યાનમાં રાખીને વર્તમાન નિયમોમાં સંશોધન કરવું જરૂરી છે. આથી સરકારે નિયમોમાં સંશોધનની પ્રક્રિયા શરૂ કરી દીધી છે." 


કેન્દ્ર સરકાર દ્વારા સોશિયલ મીડિયા પર નિયંત્રણ સંબંધિત અરજીઓ અંગે સુપ્રીમ દ્વારા આપવામાં આવેલી નોટિસના જવાબમાં ઉપરોક્ત એફિડેવીટ દાખલ કરવામાં આવી છે. તાજેતરમાં જ કેટલીક અરજીઓ સુપ્રીમમાં પહોંચી હતી, જેમાં માગણી કરાઈ છે કે જો કોઈ સોશિયલ મીડિયા પર ખોટી કે વાંધાજનક પોસ્ટ કરે છે તો તેની સામે કાર્યવાહી માટે તેની તાત્કાલિક ઓળખ કરવા માટે કોઈ ચોક્કસ ગાઈડલાઈન બને અને સાથે જ સોશિયલ મીડિયાના એકાઉન્ટને આધાર નંબર સાથે લિન્ક કરવામાં આવે. 


NCRB રિપોર્ટ 2017: અપરાધની બાબતે UP દેશમાં પ્રથમ નંબરે, જાણો કયું રાજ્ય છે ઈમાનદાર!


ઉલ્લેખનીય છે કે, આ પ્રકારની માગણી કરતી જુદી-જુદી અરજીઓ મદ્રાસ, મધ્યપ્રદેશ અને બોમ્બે હાઈકોર્ટમાં દાખલ થઈ હતી, જેને હવે સંકલિત કરીને સુપ્રીમ કોર્ટે સાંભળવાનો નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટની આ અરજીઓને સોમવારે ટ્રાન્સફ કરી છે અને હવે જાન્યુઆરી મહિનામાં તેના પર સુનાવણી હાથ ધરાશે. 


ફેસબુકની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર, ટ્વીટર, ગૂગલ અને યુટ્યૂબને નોટિસ ફટકારી હતી. ફેસબૂકે સોશિયલ મીડિયા પ્રોફાઈલની સાથે આધાર લિન્ક કરવાની અરજીઓને સુનાવણી સુપ્રીમમાં કરવા માટે અરજી દાખલ કરી હતી. જેના આધારે સુનાવણી કરતાં સુપ્રીમે કેન્દ્ર સરકારને નોટિસ આપી હતી. આ નોટિસનો જવાબ આપતા મંગળવારે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એક સોગંધનામું દાખલ કર્યું હતું. 


જુઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....