મહારાષ્ટ્રના રાજકારણમાં `કટપ્પા` અને `બાહુબલી`ની એન્ટ્રી, શિવસેનાના જૂના નિવેદનો વાઈરલ
ભારતીય જનતા પાર્ટી (BJP)નો સાથ છોડીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)નો ટેકો લેનારી શિવસેનાએ એનડીએ સાથે છેડો ફાડ્યા બાદ સોશિયલ મીડિયા પર શિવસેનાની ખુબ ટીકા થઈ રહી છે.
મુંબઈ: ભારતીય જનતા પાર્ટી (BJP)નો સાથ છોડીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)નો ટેકો લેનારી શિવસેનાએ એનડીએ સાથે છેડો ફાડ્યા બાદ સોશિયલ મીડિયા પર શિવસેનાની ખુબ ટીકા થઈ રહી છે. ટ્વીટર, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ જેવી સોશિયલ મીડિયા સાઈટ્સ પર ભાજપ સમર્થકોએ શિવસેના વિરુદ્ધ અનેક પોસ્ટ કરી છે જેમાંથી કેટલાક મીમ અને પોસ્ટર્સ સામેલ છે.
આવી જ એક તસવીરમાં 'બાહુબલી' ફિલ્મના એક દ્રશ્યનો ઉપયોગ કરાયો છે. જેમાં કટપ્પા બાહુબલીની પીઠમાં ખંજર ભોંકી રહ્યો છે. આ તસવીરમાં દેવેન્દ્ર ફડણવીસને બાહુબલી અને ઉદ્ધવ ઠાકરેને કટપ્પા દર્શાવવામાં આવ્યાં છે.