Social Media Viral: આ ખતરનાક વીડિયો જોઈ થંભી જશે તમારા દિલની ધડકન, થોડી જ ક્ષણ અને...
Social Media Viral: ઇન્ટરનેટ પર દુર્ઘટનાના ઘણા વીડિયો પોસ્ટ કરવામાં આવે છે. આવો જ એક વીડિયો જોઈ તમારા પણ રૂંવાડાં ઉભા થઈ જશે. આ વીડિયોને જોઈ તમે પણ ભાગ્યમાં વિશ્વાસ કરવા લાગશો.
Social Media Viral: રસ્તા પર જેટલા સવાધાન રહો એટલું ઓછું છે. દુર્ઘટના ક્યારે તબાહી મચાવી દે છે તો ત્યારેક જીવનભરનો પાઠ ભણાવી દે છે. આવું જ કંઈક આ શખ્સ સાથે થયું છે. આ વીડિયોને જોઈ થોડીક ક્ષણો માટે તમારા દિલની ધડકન થંભી જશે. થોડી જ સેકેન્ડનો આ વીડિયો ખરેખરમાં ખતરનાક છે, જોકે, રસ્તા પર હાજર લોકોનું ભાગ્ય સારું હતું કે તેમને કોઈ જાનહાની થઈ નથી. આ વીડિયો ઉત્તર પ્રદેશનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
ટ્રેનની ટક્કરે બાઈકનો બોલાયો ખુરદો
આ વીડિયોમાં લોકો ફાટકની વચ્ચે ઉભા રહી આગળથી પસાર થતી ટ્રેનની જવાની રહા જોઈ રહ્યા હતા. જોકે, કોઈને પણ આ વાતનો અંદાજો ન હતો કે થોડી જ ક્ષણો બાદ અહીંયા શું થવાનું છે. ત્યારબાદ શું થયું તે જાણવા માટે પહેલા તમે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વીડિયો એકવાર જરૂર જુઓ...
10 હજારમાં ઘરે લઈ આવો આ ધાંસૂ બાઈક, લૂક જોઈને લોકો કહેશે Harley Davidson
શખ્સનો આબાદ બચાવ
જ્યારે પાટા પર લોકો પાતાના વાહન લઇને રાહ જોઈ રહ્યા હતા ત્યારે અચાનક એક તરફથી ટ્રેન આવતી જોવા મળી રહી છે. તમામ લોકો સાયકલ અને બાઈક સહિત પાછા હટી જાય છે. પરંતુ એક શખ્સનું બાઈક પાટા ઉપર ફસાઈ જાય છે અને તે શખ્સ તેને કાઢવાનો પ્રયાસ કરવા લાગે છે. શખ્સ તેની બાઈકને છોડી જેવો ત્યાંથી ભાગે છે અને પાછળ વળીને જુએ છે ત્યારે તેની બાઈકનો ખુરદો બોલાઈ જાય છે.
આ પણ વાંચો:- સાઉથના સુપરસ્ટાર વિજય દેવરકોંડાની આંખમાં આવી ગયા આંસુ, જાણો એવું તો શું છે કારણ
વીડિયો થયો વાયરલ
આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટપોર્મ યુટ્યુબ પર શેર કરવામાં આવ્યો છે અને હવે આ વીડિયોને હજારો વખત જોવામાં આવ્યો છે. એટલું જ નહીં ઘણા લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે. કોઇને પણ શખ્સના ભાગ્ય પર વિશ્વાસ થઈ રહ્યો નથી. આ વીડિયોને જોઈ ઘણા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube