Salary: 58 લાખનું પેકેજ છે, છતાં ગર્લફ્રેન્ડ નથી, સોફ્ટવેર એન્જિનિયરનું દર્દ..પોસ્ટ વાયરલ
Sofware Engineer: એક યુવકની પોસ્ટ વાયરલ થઈ રહી છે. બેંગલુરૂમાં એક ખાનગી કંપનીમાં કામ કરનાર 24 વર્ષના આ એન્જિનિયર યુવકની વાર્ષિક કમાણી 58 લાખ છે. છતાં તે એકલતાને લઈને પરેશાન છે.
બેંગલુરૂઃ 58 Lakh Salary: લોકો વિચારે છે કે જો તેમની પાસે પૈસા હોય તો તેઓ કંઈપણ કરી શકે છે, પરંતુ ઘણી વખત લોકો પૈસા હોવા છતાં પણ સંતુષ્ટ નથી થતા. તાજેતરમાં જ બેંગલુરુનો એક એવા છોકરાની પોસ્ટ વાયરલ થઈ છે. જે સોફ્ટવેર એન્જિનિયર છે અને તેનું વાર્ષિક પેકેજ રૂ. 58 લાખ છે. પરંતુ તેણે કંઈક લખ્યું છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે. તેણે કહ્યું કે તે કેટલો એકલતા અનુભવે છે. તેની ન તો કોઈ ગર્લફ્રેન્ડ છે કે ન તો કોઈ મિત્ર.
હકીકતમાં હાલમાં એક યુવકની પોસ્ટ ટ્વિટર પર વાયરલ થઈ છે. આ પોસ્ટમાં તેણે પોતાના મનની વાત કે પછી તેના દિલની વાત લખી છે. ટ્વિટર પર Sukhada નામના યૂઝરે એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં એક 24 વર્ષીય યુવકની ભાવનાઓ લખવામાં આવી છે. વ્યક્તિએ લખ્યું કે હું 24 વર્ષનો સોફ્ટવેર એન્જિનિયર છું, એક FAANG કંપનીમાં કામ કરી રહ્યો છું અને 2.9 વર્ષથી બેંગલુરૂમાં રહુ છું.
આ પણ વાંચોઃ Post Office: 4 લાખના મળશે 8 લાખ, હવે સરકારની આ યોજનામાં જલદી પૈસા થશે ડબલ
તેણે લખ્યું કે હું વર્ષે 58 લાખ રૂપિયાની કમાણી કરુ છું અને મારી વર્ક લાઇફ પણ રિલેક્સ્ડ છે. પરંતુ મને એકલતા લાગી રહી છે. મારી કોઈ ગર્લફ્રેન્ડ નથી કે તેની સાથે સમય પસાર કરી શકું. મારા મિત્રો પણ પોતાના જીવનમાં વ્યસ્ત છે. મારૂ કામ પણ ખુબ મોનોટોનસ છે કારણ કે હું શરૂઆતથી આ કંપનીમાં છું અને દરરોજ એક કામ કરૂ છું. કામમાં પણ મને નવી ચેલેન્જ કે તક મળતી નથી.
યુવકે પોતાના દિલની વાત Grapevine App પર લખી હતી અને તેના સ્ક્રીનશોટની એક તસવીર હાલમાં ટ્વિટર પર આ યૂઝરે શેર કરી તો ખુબ વાયરલ થઈ છે. આ ટ્વીટને લોકો ખુબ શેર કરી રહ્યાં છે અને લખી રહ્યાં છે કે આ યુવકે ઈમાનદારીથી પોતાની વાત રાખી છે. ઘણા લોકો આ યુવકને સૂચનો આપી રહ્યાં છે. તો ઘણા લોકોએ આ યુવકની મજાક બનાવવાનો પ્રયાસ કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube