નવી દિલ્હી: બે ચંદ્ર ગ્રહણ (Lunar eclipses) બાદ હવે 21 જૂનના રોજ સૂર્ય ગ્રહણ (Solar Eclipse) સર્જાશે. જ્યારે પૂર્ણ પૂર્ણ ગ્રહણ હોય છે તો ચંદ્રમા સૂર્યને થોડીવાર માટે સંપૂર્ણ રીતે ઢાંકી છે. જોકે આંશિક અને કુંડાળાકાર (Annular) ગ્રહણમાં સૂર્યનો ફક્ત એક જ ભાગ ઢંકાઇ જાય છે. 21 જૂનના રોજ પડનાર સૂર્ય ગ્રહણ કુંડાળાકાર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કુંડાળાકાર ગ્રહણ 'રિંગ ઓફ ફાયર' બને છે. પરંતુ આ પૂર્ણ ગ્રહણથી અલગ હોય છે. આ વખતે પડનાર સૂર્ય ગ્રહણ ભારત, મધ્ય આફ્રિકા, ગણરાજ્ય, કાંગો, ઇથોપિયા, પાકિસ્તાન અને ચીન સહિત આફ્રીકાના કેટલાક ભાગમાં જોવા મળશે. 


ક્યારે જોવા મળશે સૂર્ય ગ્રહણ
પૂર્ણ ગ્રહણ શરૂ થશે 21 જૂન સવારે 10: 17 મિનિટે
ગ્રહણનો મધ્ય બપોર 12:10 મિનિટે
પૂર્વ ગ્રહનની સમાપ્તિ બપોરે 2:04 વાગે થશે
આ ગ્રહણનો સમગાળો 3 કલાક 25 મિનિટનો રહેશે. આ વર્ષે વર્ષના અંતમાં વધુ એક સૂર્ય ગ્રહણ થશે. 


અલગ-અલગ માન્યતાઓ
ગ્રહણને લઇને દેશમાં અલગ-અલગ માન્યતાઓ છે. જેમકે સામાન્ય લોકો પર ઘરે રહેવાનું પસંદ કરે છે અને ગ્રહણ પછી થોડો સમય જમતા નથી. આ ઉપરાંત ધરભા ઘાસ અથવ તુલસીન પાંદડાને ભોજન અને પાણીને નાખે છે. જેથી ગ્રહણના દુષ્પ્રભાવથી બચી શકાય. ઘણા લોકો ગ્રહણ પુરૂ થયા બાદ સ્નાન કરવામાં વિશ્વસ ધરાવે છે. આ પ્રકારે સૂર્ય દેવની ઉપાસનાવાળા મંત્રોનું ઉચ્ચારણ ગ્રહણ દરમિયાન આપવામાં આવે છે. ખાસકરીને ગર્ભવતી મહિલાઓને ઘરમાં રહેવા અને સંતાન ગોપાલ મંત્ર (Santana Gopala Mantra)નો જાપ કરવા માટે કહેવામાં આવે છે. 


ગ્રહણ દરમિયાન ઘણા લોકો પાણી પીવાનું ટાળે છે. ગ્રહણ પુરૂ થયા બાદ જ ભોજન બનાવવામાં આવતું નથી. મોટાભાગના લોકો આ દરમિયાન કોઇ શુભ કાર્ય કરતા નથી. કારણ કે ગ્રહણે અશુભ ગણવામાં આવે છે. 


આ વાતનું રાખો ધ્યાન
જો તમે સૂર્ય ગ્રહણના સાક્ષી બનવા માંગો છો, તો તેને નગ્ન આંખો વડે દેખવાનો પ્રયત્ન ન કરો. ઘણીવાર લોકો આ સલાહને મજાકમાં ઉડાવે છે.પરંતુ આ તમારી આંખો માટે ખૂબ જરૂરી છે. નગ્ન આંખો વડે ગ્રહન જોવાથી આંખોને નુકસાન થાય છે. દૂરબીન ઓપ્ટિકલ કેમેરા વ્યૂફાઇંડર વડે ગ્રહણ જોવું સુરક્ષિત છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube