Surya Grahan 2022: સૂર્યગ્રહણ દરમિયાન કેમ ભોજન ન કરવું જોઈએ? ખાસ જાણો આ મોટું કારણ
આજે 25 ઓક્ટોબરના રોજ સૂર્યગ્રહણ છે. ગ્રહણના કારણે જ આ વર્ષે ગોવર્ધન પૂજા 26 તારીખે અને યમ દ્વિતિયા 27 તારીખે ઉજવાશે. સૂર્યગ્રહણ દરમિયાન ભોજન કરવું જોઈએ નહીં. ધાર્મિક પુરાણો મુજબ એવું માનવામાં આવે છે ગ્રહણ દરમિયાન ભોજન કરવું જોઈએ નહીં. જાણો તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ
આજે 25 ઓક્ટોબરના રોજ સૂર્યગ્રહણ છે. ગ્રહણના કારણે જ આ વર્ષે ગોવર્ધન પૂજા 26 તારીખે અને યમ દ્વિતિયા 27 તારીખે ઉજવાશે. સૂર્યગ્રહણ દરમિયાન ભોજન કરવું જોઈએ નહીં. ધાર્મિક પુરાણો મુજબ એવું માનવામાં આવે છે કે જો વ્યક્તિ ગ્રહણકાળ દરમિયાન કઈ પણ ખાય તો તેણે પેટની સમસ્યાઓ સામે ઝઝૂમવું પડે છે.
કેમ ન કરવું જોઈએ ભોજન
હિન્દુ ધર્મમાં એવું માને છે કે સૂર્યગ્રહણ હોય કે ચંદ્રગ્રહણ બંને દરમિયાન ભોજન કરવું જોઈએ નહીં. જો તેને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઈએ તો સૂર્યગ્રહણ સમયે વાતાવરણમાં આવનારી Ultra Violet rays ભોજનને ખરાબ કરે છે. આથી રાંધેલા ભોજન પર કુશ (એક પ્રકારનું ઘાસ) નાખવાની સલાહ અપાય છે.
સ્નાન કરીને કરવું જોઈએ ભોજન
ગ્રહણ બાદ સ્નાન કરીને ભોજન કરવાનું કહેવામાં આવે છે. આવું એટલા માટે કારણ કે ગ્રહણ દરમિયાન જે જીવાણુ વાતાવરણમાં હોય છે તેઓ તમારા શરીર પર ચોંટી જાય છે. જ્યારે તમે સ્નાન કરો છો ત્યારે તે જીવાણું તમારા શરીરમાંથી નીકળી જાય છે.
આ વીડિયો પણ જુઓ
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube