નવી દિલ્હીઃ સૂર્ય ગ્રહણનું વૈજ્ઞાનિક મહત્વ હોવાની સાથે જ્યોતિષ અને ધાર્મિક મહત્વ પણ હોય છે. સૂર્ય ગ્રહણની બધી રાશિઓ પર શુભ-અશુભ અસર પડે છે. 25 ઓક્ટોબરે સૂર્ય ગ્રહણ છે. હિંદુ પંચાંગ અનુસાર 25 ઓક્ટોબર 2022ના સૂર્ય ગ્રહણ તુલા રાશિમાં લાગશે. વર્ષનું બીજુ સૂર્ય ગ્રહણ આંશિક હશે. આવો જાણીએ સૂર્ય ગ્રહણના દિવસે કઈ રાશિનું ભાગ્ય ચમકવાનું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિંહ રાશિ
તમે આ સમયે નવું મકાન કે ઘર ખરીદી શકો છો.
માં લક્ષ્મીની વિશેષ કૃપા રહેશે.
વિવાહિત જીવન સુખમય રહેશે.
નવા કાર્યની શરૂઆત કરવા માટે સારો સમય છે.
લેવડ-દેવડ માટે સમય શુભ છે, પરંતુ લેવડ-દેવડ કરતા પહેલા સમજી વિચારીને કરજો.
નાણાકીય સ્થિતિ ઘણી સારી થશે.


વૃશ્ચિક
રોકાણ કરવા માટે સમય સારો છે.
આ સમયે નાણાંકીય લાભ થશે, પરંતુ ખર્ચ ઘટાડવાનો પ્રયાસ કરો.
વેપારી વર્ગ માટે આ સમય વરદાનથી ઓછો નથી.
તમને માં લક્ષ્મીનો વિશેષ આશીર્વાદ મળશે.
નવું વાહન કે મકાન ખરીદવા માટે સમય શુભ છે.


તુલા રાશિ
આર્થિક સ્થિતિમાં સુધારો થશે.
રોકાણ કરવા માટે સમય સારો છે.
નવું વાહન ખરીદી શકો છો.
લેવડ-દેવડ માટે પણ સમય સારો છે.
માં લક્ષ્મીની કૃપા રહેશે.
આવકના સ્ત્રોત વધશે.


કન્યા રાશિ
માં લક્ષ્મીની કૃપાથી કાર્યોમાં સફળતા મળશે.
નવા મકાન કે વાહન ખરીદવાનો યોગ છે.
વ્યાપાર માટે આ સમય સારો છે.
ધન-લાભ થશે, પરંતુ તમારે આ વર્ષે ખર્ચ પર નિયંત્રણ રાખવું પડશે.
લેતી-દેતી માટે સમય શુભ રહેશે. 


મેષ રાશિ
આર્થિક પક્ષ મજબૂત રહેશે.
રોકાણ કરવાથી ફાયદો થશે
પારિવારિક જીવન સુખમય રહેશે.
માં લક્ષ્મીની કૃપાથી જીવન આનંદમય બની જશે.
ખર્ચમાં ઘટાડો થશે.
લેવડ-દેવડ માટે આ સમય ખૂબ જ શુભ રહેશે.


(ડિસ્ક્લેમરઃ આ માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. કોઈપણ કાર્ય કરતા પહેલા સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લેવી)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube