ઝી મીડિયા/બ્યૂરો :આજે એક ઐતિહાસિક દિવસ છે. અંદાજે 500 વર્ષ બાદ એક અદભૂત સૂર્યગ્રહણ જોવા મળનાર છે. 10 વાગીને 20 મિનીટ પર સૂર્યગ્રહણ લાગી ગયું છે. ટલે કે અંદાજે 6 કલાક સુધી સૂર્યગ્રહણ ચાલશે. સૂર્યગ્રહણ લાગતા જ થોડા સમય માટે અંધારું છવાઈ ગયું હતું. ટેકનિકલ રીતે જોઈએ તો, સવારે 9 વાગીને 15 મિનીટ પર ગ્રહણ લાગી ચૂક્યું છે. પરંતુ ભારતમાં તે 10 વાગ્યા બાદ જ નજર આવવાની શરૂઆત થઈ છે.. ગ્રહણ લાગ્યા સૂર્ય ચંદ્રની પાછળ ઢંકાઈ જશે. આ સૂર્યગ્રહણ થોડા સમય માટે આંશિક અને થોડા સમય માટે પૂર્ણ સૂર્યગ્રહણ ભારતમા દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને કાનપુર સહિત અનેક શહેરોમાં લોકો આ સૂર્યગ્રહણ જોઈ શકશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉત્તરભારતના થોડાં ભાગમાં ચંદ્ર, સૂર્યને 98.6% સુધી ઢાંકી દેશે, જેથી તે બંગડી જેવા આકારમાં દેખાશે. વલયાકાર સૂર્યગ્રહણ મોટાભાગના સ્થાને 11.50 થી 12.10 ની વચ્ચે જોવા મળશે.


ટ્રેનમાં કોઈ છોડીને જતુ રહ્યું સોનાના ઢગલાબંધ બિસ્કીટ, જેના હોય તે લઈ જાય...


સૂર્યગ્રહણ સવારે 10.19 મિનીટે શરૂ થઈ ગયું છે. તે બપોરે 2.02 વાગ્યે સમાપ્ત થશે. તો આંશિક રૂપે બપોરે 3.04 વાગ્યે ખતમ થશે. ગ્રહણકાળમાં સૂર્યની ઉપાસના કરવાનો બહુ સારો સમય માનવામાં આવે છે. ગ્રહણકાળમાં ભગવાન સૂર્યની ઉપનાસ, આદિત્ય હૃદય સ્ત્રોત વગેરે સૂર્ય સ્ત્રોતોના પાઠ તેમજ ગુરુ મંત્રનો જાપ કરવો જોઈએ. ગ્રહણ બાદ સ્નાન દાનનું પણ મહત્વ છે. ગ્રહણ જેટલો સમય દેખાય છે, તેની માન્યતા એટલા સમય માટે જ હોય છે.