Solar Water Pump: હરિયાણા સરકારના નવીન અને નવીકરણીય ઉર્જા વિભાગે સબસીડીથકી આપવામાં આવેલા સોલર પંપને ઉખાડવા તથા અન્યને વેચવા અથવા અન્ય કોઈ જગ્યાએ લગાવવા અવે કૃષિ સિંચાઈની જગ્યાએ સોલર પંપને ખોટી રીતે ઉપયોહ કરનાર સામે FIR થશે.  સોલર વોટર પંપીગ સિસ્ટમ પર આપવામાં આવેલી સબસીડી પણ પરત લઈ લેવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એડીસી ડૉ.બલપ્રીતસિંહે જણાવ્યું કે જિલ્લામાં સોલર પંપનો ખોટી રીતે ઉપયોગ કરવાની ફરિયાદો આવી રહી છે. આ અંગે નવીન એને નવીકરણીય ઉર્જા વિભાગે માહાનિદેશકથકી નિર્દેશ જાહેર કર્યો છે કે નિર્ધારિત કરવામાં આવેલા જગ્યા સિવાય લાભાર્થી ખેડૂત સોલર પંપનો ઉપયોગ કરશે તો લાભાર્થીને સબસિડીનો અધિકાર નહીં મળે. નિયમનો ભંગ કરનાર ખેડૂત સામે કાયદેસરની કાર્યવાહી કરાશે. આ ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારે આપેલી સબસીડી પણ પરત લેવાશે.


સોલર પંપ પર 75 ટકા સબસીડી મળે છે. આ સબસીડી આપવાનો ઉદ્દેશ્ય વીજળી અને ડીઝલની ખપતને ઓછુ કરવાની સાથે સાથે પર્યા વરણને દૂષિત થતા બચાવવાનો છે. લાભાાર્થી ખેડૂત સિંચાઈથી વધુ સોલાર પંપનો કોઈ પણ પ્રકારે દુરઉપયોગ કરશે તો આપવામાં આવેલી ગેરંટી પણ પૂર્ણ થઈ જશે. જો ખેડૂત લાભાર્થી પોતાના સોલર વોટર પંપનો દુરઉપયોગ કરે છે તો તેને સલાહ આપવામાં આવે છે કે તે પોતાના સોવર પ્લાન્ટને ચોક્કસ જગ્યાએ મુકી દે. જો સમજાવાથી પણ ના માને તો તેના પર કાયદેસરની વિભાગીય કાર્યવાહી અમલમાં મુકાશે. આ અંગે અધિકારી કોઈ પણ સમયે ખેડૂતોને આપવામાં આવેલા સોલર પંપનું નિરીક્ષણ કરી શકે છે.