સોમાલિયા પાસે હાઈજેક કરાયેલા જહાજમાં રહેલા ભારતીયોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવાયા છે. આ કારનામાને ભારતીય નેવીના માર્કોસ કમાન્ડોએ અંજામ આપ્યો. એમવી લીલા નોરફોક નામના આ જહાજના હાઈજેક થવાના સમાચાર ગુરુવારે સાંજે મળ્યા હતા. સોમાલિયાના કાંઠા પાસે હાઈજેક કરાયેલા આ જહાજ પર લાઈબેરિયાનો ઝંડો લાગેલો હતો. ભારતીયે નેવી સતત તે જહાજ પર નજર રાખી રહી હતી. તક મળતા જ મરીન કમાન્ડો માર્કોસે ઓપરેશનને અંજામ આપ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉત્તર અરબ સાગરમાં અપહ્રત એમવી લીલા નોરફોક જહાજ પર ભારતીય નેવીએ જબરદસ્ત ઓપરેશનને અંજામ આપ્યો અને જહાજ પર સવાર 15  ભારતીયો સહિત 21  ક્રુ સભ્યોને સુરક્ષિત બહાર કાઢી લીધા. માર્કોસે આખા શિપ પર સર્ચ અભ્યાન ચલાવ્યું અને તે દરમિયાન કોઈ પણ હાઈજેકર મળ્યો નહીં. વાત જાણે એમ છે કે સમુદ્રી લુટેરાઓએ આ શિપને હાઈજેક કરવાની કોશિશ કરી હતી. પરંતુ શક્ય છે કે ભારતીય નેવીએ પોતાના યુદ્ધજહાજથી શિપ છોડવાની કડક ચેતવણી આપ્યા બાદ તેઓ તેને છોડીને ભાગ્યા હોય. 


કોણ છે માર્કોસ  કમાન્ડો
હવે લોકો એ જાણવા માંગે કે માર્કોસ કમાન્ડો કોણ છે અને કેવી રીતે કરે છે કામ? તો અમે તમને માર્કોસ કમાન્ડો વિશે તમામ વિગતો જણાવીશું. સેનાની મરીન કમાન્ડોની શાખાને માર્કોસ નામથી ઓળખવામાં આવે છે. 


માર્કોસને મરીન કમાન્ડો નામથી પણ ઓળખવામાં આવે છે. તેમની ગણતરી દુનિયાના સૌથી ઘાતક સ્પેશિયલ ફોર્સમાં થાય છે. માર્કોસ કમાન્ડો નેવીનો એક ભાગ છે. તેઓ પાણી, આકાશ અને જમીન તમામ જગ્યાએથી પોતાના ઓપરેશનને અંજામ આપવામાં સક્ષમ છે. દુનિયાના લગભગ તમામ આધુનિક હથિયારોની તેમને ટ્રેનિંગ અપાયેલી હોય છે. જોખમવાળી કંડીશનને સંભાળવામાં તેઓ એક્સપર્ટ હોય છે. કારગિલના યુદ્ધમાં તેમની ખાસ ભૂમિકા હતી. તેઓ નિશ્ચિત સમયમાં પોતાના ઓપરેશનને અંજામ આપે છે. ખાસ વાત એ છે કે તેઓ સમુદ્ર સપાટીથી 55 મીટર અંદર અનેક મિનિટો સુધી ઓક્સિજન વગર પણ લડાઈને અંજામ આપવાનો દમ ધરાવે છે. 


માર્કોસ કમાન્ડોની રચના 1987માં થઈ હતી. જેનું અધિકૃત નામ મરીન કમાન્ડો ફોર્સ (MCF). તે ભારતીય નેવીની એક સ્પેશિયલ ફોર્સ યુનિટ છે. મૂળ રીતે માર્કોસને ભારતીય સમુદ્રી વિશેષ ફોર્સ કહેવામાં આવતી હતી. ત્યારબાદ તેનું શોર્ટ નામ માર્કોસ રાખવામાં આવ્યું. આ યુનિટની રચના નેવી ઓપરેશન અને એન્ટી પાયરસી ઓપરેશનમાં ઉપયોગ માટે બનાવવામાં આવ્યું હતું. માર્કોસનો મોટો The Few The Fearless છે. માર્કોસ કમાન્ડોમાં સિલેક્શન મેળવવું ખુબ મુશ્કેલ હોય છે. 


ખુબ જ ટફ હોય છે પસંદગી
માર્કોસ કમાન્ડોનો ભાગ ખુબ જ ટફ હોય છે. એવું કહેવાય છે કે 1000 સેનાના જવાનોમાંથી કોઈ એક જ માર્કોસ માટે ફીટ બને છે. કોઈ પણ ભારતીય નેવીના જવાન માર્કોસ માટે અરજી કરી શકે છે. પરીક્ષામા પાસ થયા પછી જે ટ્રેનિંગ અપાય છે તે ખુબ જ ખતકનાક હોય છે. જે લગભગ 5 અઠવાડિયા ચાલે છે. ટ્રેનિંગ પ્રક્રિયા જોઈને જ સામાન્ય લોકો તો થથરી જાય. જે સૈનિકો તેમાં અડીખમ રહે તેની ટ્રેનિંગ માટે પસંદગી થાય છે. માર્કોસની અસલ ટ્રેનિંગ લગભગ 3 વર્ષ હોય છે. આ દરમિયાન તેમને સમુદ્રથી લ ઈને અનેક અલગ અલગ જગ્યાએ ટ્રેનિંગ અપાય છે. 


ઘાતક સ્પેશિયલ ફોર્સમાં ગણતરી
ટ્રેનિંગમાં ખભે 25 કિલો વજન લઈને જાંઘ સુધીના કિચડમાં ઘૂસીને 800 મીટર દોડવાનું હોય છે. દોડ ઉપરાંત સૈનિકોએ લગભગ 10 હજાર મીટરની ઊંચાઈથી પેરાશૂટથી કૂદવાનું હોય છે. આ રીતે અનેક પડાવ પાર કર્યા બાદ સૈનિકોને અમેરિકામાં નેવી સીલ સાથે ટ્રેનિંગ અપાય છે. માર્કોસ કમાન્ડો ગોપનીયતા સાથે કામ કરે છે. 1987થી અત્યાર સુધીમાં અનેક સફળ ઓપરેશનો પાર પાડ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube