Lawrence Bishnoi Gang: પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલા હત્યા કેસમાં અને બોલીવુડ સ્ટાર સલમાન ખાનને ધમકીભર્યા પત્રના તાર લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાઈ રહ્યા છે. એક તરફ મુંબઇ પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ, મહારાષ્ટ્ર પોલીસ અને દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલની ટીમ સલમાન ખાનને ધમકી મામલે કામ કરી રહી છે. તો બીજી તરફ પુણે પોલીસે હાલમાં જ સૌરભ મહાકાલ ઉર્ફે સિદ્ધેશ કાંબલેની ધરપકડ કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુરૂવારે તેનું સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવામાં આવ્યું. હવે સામે આવ્યું કે, બોલીવુડના કેટલાક મોટા નામ પણ લોરેન્સ બિશ્નોઈના રડાર પર હતા. આ ગેંગ આ સ્ટાર્સ પાસેથી વસુલી કરવાનો પ્લાન બનાવી રહી હતી. આ મામલે કેટલાક મોટા નામ પણ સામે આવ્યા છે અને તપાસ એજન્સીઓ હવે આ મામલે વધુ જાણકારી મેળવી રહી છે.


જુમાની નમાજ બાદ દેશભરમાં બબાલ, રાંચીમાં કર્ફ્યુ; જાણો ક્યાં કેવો માહોલ


પુણે આસપાસ બનાવી રહ્યા હતા ટીમ
તપાસમાં સામે આવ્યું છે કે સૌરભ મહાકાલની સાથે 2 લોકો વધુ હતા, જે તેની સાથે કામ કરી રહ્યા હતા. એટલું જ નહીં પુણે પોલીસની રડાર પર 10 થી વધુ લોકો છે. જે બિશ્નોઈ ગેંગ માટે કામ કરી રહ્યા હતા. આ ગેંગ તેમની એક ટીમ પુણેની આસપાસ બનાવી રહી હતી. હવે એજન્સીઓ તપાસ કરી રહી છે કે મહાકાલની ટીમમાં કોણ-કોણ લોકો હતા.


પ્રયાગરાજમાં પથ્થરમારો-આગચંપી, જુમાની નમાજ બાદ બબાલ, સીએમએ આપ્યા કાર્યવાહીના આદેશ


બિશ્નોઈ ગેંગે મોકલ્યો હતો સલમાનને ધમકીભર્યો પત્ર
હાલમાં પોલીસે જણાવ્યું હતું કે લોરેન્સ બિશ્નોઈ ગેંગે ત્રણ ગુર્ગોંએ સલમાન ખાન અને તેના પિતા સલીમ ખાનને ધમકી ભર્યો પત્ર મોકલ્યો અને આ ગેંગસ્ટર વિક્રમ બરાડના ષડયંત્રનો ભાગ હતો, જેનો ઉદેશ્ય પિતા-પુત્રને ડરાવી વસુલી કરવાનો હતો. વિક્રમ બરાડ કેનેડામાં રહેતા ગેંગસ્ટર ગોલ્ડી બરાડનો ભાઈ છે.


શેર બજારમાં કડાકો, સેન્સેક્સ 1000 પોઈન્ટ તૂટ્યો છતાં આ શેર તેજીમાં


ગોલ્ડી બરાડ બિશ્નોઈ ગેંગનો ભાગ છે અને તેણે મુસેવાલાની હત્યાની જવાબદારી લીધી છે. મુસેવાલાની હત્યા મામલે દિલ્હી પોલીસની કસ્ટડીમાં હાજર લોરેન્સ બિશ્નોઈથી પૂછપરછ માટે પુણે દેહાત પોલીસની એક ટીમ આવી છે. પૂછપરછનો ઉદેશ્ય ગેંગના સભ્ય સંતોષ જાધવના અડ્ડા વિશે કોઈ પુરાવો મેળવવાનો છે. જે હાલ ફરાર છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube