સુપ્રીમ કોર્ટે બુલડોઝર એક્શન વિરુદ્ધ દાખલ થયેલી અરજી પર સુનાવણી કરતા આકરા શબ્દોમાં ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું કે આરોપી કે દોષિતનું ઘર તોડી શકાય નહીં, આ કોઈ પણ કિંમત પર સ્વીકાર્ય નથી. કોર્ટે પોતાના ચુકાદાની શરૂઆતમાં કહ્યું કે પોતાનું ઘર હોય, પોતાનું આંગણું હોય, એવું સપનું રાખી દરેક જીવતા હોય છે. વ્યક્તિના મનમાં પોતાનું એક ઘર હોય એવું સપનું હોય છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મામલે મનમાની વલણ સહન કરાશે નહીં. અધિકારી મનમાની રીતે કામ કરી શકે નહીં. સુનાવણી વગર આરોપીને દોષિત ઠેરવી શકાય નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજી બાજુ એ પણ સવાલ ઉઠે છે કે શું સુપ્રીમ કોર્ટના આ ચુકાદા બાદ બુલડોઝર એક્શન પર સંપૂર્ણ રીતે લગામ લાગી જશે? આવામાં એ જાણવું જરૂરી બને છે કે કયા પ્રકારના મામલાઓમાં સુપ્રીમ કોર્ટ દ્વારા આજે દર્શાવામાં આવેલા દિશા નિર્દેશો લાગૂ નહીં થાય. 


કયા મામલામાં લાગૂ નહીં પડે?
બુલડોઝર એક્શન પર સુપ્રીમ કોર્ટ દ્વારા જારી કરાયેલા દિશા નિર્દેશ રસ્તાઓ, ફૂટપાથ, રેલવે લાઈન કે વોટર બોડી પર ગેરકાયદેસર કબજા પર સુપ્રીમ કોર્ટના દિશા નિર્દેશ લાગૂ નહીં થાય. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, "અમે સ્પષ્ટ કરીએ છીએ કે આ નિર્દેશ એવા મામલે લાગૂ નહીં થાય જ્યાં રસ્તાઓ, ગલીઓ, ફૂટપાથ, રેલવે લાઈન પાસે કે પછી કોઈ નદી, કે જળ બોડી જેવા કોઈ જાહેર સ્થાન પર કોઈ ગેરકાયદેસર બાંધકામ છે." આ ઉપરાંત કોર્ટે કહ્યું કે આજનો ચુકાદો એવા કેસોમાં પણ લાગૂ નહીં થાય જ્યાં ન્યાયાલય દ્વારા ડિમોલીશનના આદેશ આપવામાં આવ્યા છે. 


સુપ્રીમ કોર્ટના આદેશની 10 મહત્વની વાત


1. સુપ્રીમ કોર્ટે સુનાવણીમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે માત્ર આરોપના આધારે ઘર તોડી શકો નહીં. કડક ટિપ્પણી કરતા કહ્યું કે ઘર એક સપના જેવું હોય છે. આરોપીની સજા પરિવારને ન આપી શકાય.


2. સુપ્રીમ કોર્ટે કહ્યું કે દેશમાં કાયદાનું રાજ હોવું જોઈએ. કારણ કે આરોપીઓ પાસે પણ અધિકાર હોય છે અને દોષિતોને સજા આપવાનું કોર્ટનું કામ હોય છે. આવું મનમાની વલણ, સત્તાનો દુરઉપયોગ સહન કરાશે નહીં. આવું કરનારા પર કાર્યવાહી થવી જોઈએ. 


3. સુપ્રીમ કોર્ટે ગાઈડલાઈન્સ બહાર પાડતા કહ્યું કે કોઈ પણ સંપત્તિ પર કાર્યવાહી ત્યાં સુધી ન કરી શકાય જ્યાં સુધી તેના માલિકને 15 દિવસ પહેલા નોટિસ ન આપવામાં આવે. કોર્ટે કહ્યું કે આ નોટિસ માલિકને સ્પીડ પોસ્ટ દ્વારા મોકલવામાં આવશે. તેના નિર્માણની બહારની દિવાલ ઉપર પણ લગાવવામાં આવશે. નોટિસમાં ગેરકાયદેસર નિર્માણની પ્રકૃતિ, ભંગ અને તેને તોડવાના કારણો જણાવવામાં આવશે. 


4. જસ્ટિસ બી આર ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની બેન્ચે કહ્યું કે લોકોના ઘર ફક્ત એટલા માટે ધ્વસ્ત કરવામાં આવે કે તે આરોપી કે દોષિત છે. જો આમ કરાય તો તે સંપૂર્ણ રીતે ગેરબંધારણીય હશે. જસ્ટિસ ગવઈએ ચુકાદો સંભળાવતા કહ્યું કે મહિલાઓ અને બાળકો આખી રાત રસ્તા પર રહે તે સારી વાત નથી. 


5. મકાનો તોડવા મુદ્દે સુપ્રીમ કોર્ટે કહ્યું કે કાર્યપાલક અધિકારી ન્યાયાધીશ બની શકે નહીં, આરોપીને દોષિત કરાર ન આપી શકાય અને તેનું ઘર તોડી ન શકાય. 


6. કોર્ટે કહ્યું કે તે આરોપી કે દોષિત છે અને ફક્ત એટલા માટે લોકોનું ઘર તોડી નાખવામાં આવે તો તે સંપૂર્ણ રીતે ગેરબંધારણીય હશે. 


7. બેન્ચે નિર્દેશ આપ્યો કે ડિમોલિશનની કાર્યવાહીની વીડિયોગ્રાફી કરવામાં આવે. આ રિપોર્ટ પોર્ટલ પર પબ્લિશ કરાશે. બેન્ચે એ પણ સ્પષ્ટ કર્યું કે જો જાહેર ભૂમિ પર અનાધિકૃત નિર્માણ હશે કે કોર્ટ દ્વારા વિધ્વંસનો આદેશ અપાયો હશે તો તેમના આ દિશા નિર્દેશ લાગૂ થશે નહીં. 


8. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો કોઈ ઘરને બનાવવામાં સ્થાનિક કાયદાનો ભંગ કરાયો હોય તો તેને તોડવાનો વિચાર કરતી વખતે એ જોવું જોઈએ કે નગરપાલિકા કાયદામાં શું મંજૂરી છે. કોર્ટે કહ્યું કે કાયદા મુજબ ગેરકાયદેસર બાંધકામ સમાધાન યોગ્ય હોઈ શકે છે. કે પછી એવું હોઈ શકે કે ઘરનો ફક્ત કેટલોક ભાગ તોડવામાં આવે. 


9. સુપ્રીમ કોર્ટે કહ્યું કે બંધારણ અને ફોજદારી કાયદાના અંતર્ગત આરોપી અને દોષિતોને ચોક્કસ પ્રકારના અધિકારો અને સુરક્ષા છે. અત્રે જણાવવાનું કે દેશમાં મિલકતોને તોડી પાડવા માટે માર્ગદર્શિકા નક્કી કરવાની વિનંતી કરતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપ્યો. 


10. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોઈ પણ પ્રકારના એક્શન માટે તમામ નિર્દેશોનું પાલન થવું જોઈએ. આ નિર્દેશોનું પાલન નહીં થાય તો અનાદર અને અભિયોજનની કાર્યવાહી કરાશે અને અધિકારીઓને વળતરની સાથે ધ્વસ્ત મિલકતોને પોતાના ખર્ચે ઠીક કરાવવા માટે જવાબદાર ઠેરવવામાં આવશે.