પેટાચૂંટણી પહેલા પ.બંગાળમાં હિંસા, BJP MP અર્જૂન સિંહના ઘર પર બોમ્બ ફેંકાયા
પશ્ચિમ બંગાળના બરાકપોરથી ભાજપના સાંસદ અર્જૂન સિંહના ઘર પર બોમ્બથી હુમલો થયો છે.
કોલકાતા: પશ્ચિમ બંગાળના બરાકપોરથી ભાજપના સાંસદ અર્જૂન સિંહના ઘર પર બોમ્બથી હુમલો થયો છે. તેમના ઘરના દરવાજા પર મંગળવારે મોડી રાતે 3 દેશી બોમ્બ ફેંકવામાં આવ્યા. જો કે આ ઘટના સમયે અર્જૂન સિંહ ઘર પર હાજર નહતા અને આ હુમલામાં તેમના પરિવારને કોઈ નુકસાન પહોંચ્યું નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરાની પણ તપાસ થઈ રહી છે જેથી કરીને બોમ્બ ફેંકનારાની જાણકારી મળી શકે.
રાજ્યપાલે સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા
પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડે આ હુમલા પર ચિંતા વ્યક્ત કરી અને સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે પશ્ચિમ બંગાળમાં હિંસા થમવાના કોઈ સંકેત મળી રહ્યા નથી. સાંસદ અર્જૂન સિંહના ઘરની બહાર બોમ્બ ધડાકા થયા જે કાયદા વ્યવસ્થા માટે ચિંતાજનક છે. આશા વ્યક્ત કરું છું કે બંગાળ પોલીસ તરફથી આ મામલે તત્કાળ કાર્યવાહી થશે. જ્યાં સુધી તેમની સુરક્ષાનો સવાલ છે તો આ મામલાને પહેલા જ સીએમ મમતા બેનર્જી સામે ઉઠાવવામાં આવેલો છે.
મારી નાખવાનું ષડયંત્ર
આ મામલે અર્જૂન સિંહે કહ્યું કે પેટાચૂંટણી પહેલા મને મારી નાખવાનું આ ષડયંત્ર છે. કારણ કે પાર્ટીએ મને ભવાનીપુરનો ઈન્ચાર્જ બનાવ્યો છે. તેમણે કહ્યું કે આ ઘટનાની તપાસ પણ બંગાળ સરકાર કરશે અને પહેલાની જેમ જ રફેદફે કરી નાખશે. આ મામલે ન તો એફઆઈઆર થશે કે ન કોઈ ચાર્જશીટ દાખલ થશે.
Mumbai: Gym જતા લોકો સાવધાન, FDA એ જીમ ટ્રેનર્સને આપી કડક ચેતવણી, ખાસ જાણો
30 સપ્ટેમ્બરે થશે પેટાચૂંટણી
અત્રે જણાવવાનું કે પશ્ચિમ બંગાળની ભવાનીપુર બેઠક પર 30 સપ્ટેમ્બરે પેટાચૂંટણી યોજાવવાની છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી ભવાનીપુરથી ચૂંટણીના મેદાનમાં છે. મમતા બેનર્જીએ મુખ્યમંત્રી બનવા માટે આ ચૂંટણી જીતવી જ પડશે. કારણ કે આ વર્ષે મે મહિનામાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં તેમણે નંદીગ્રામથી હારનો સામનો કરવો પડ્યો હતો. ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળની 3 વિધાનસભા બેઠકો ભવાનીપુર, જંગીપુર અને સમશેરગંજમાં 30 સપ્ટેમ્બરના રોજ પેટાચૂંટણી કરાવવાની જાહેરાત કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube