VIDEO: મમતા સામે જય શ્રીરામના નારા, ગુસ્સામાં ઉતર્યા મમતા અને જુઓ પછી શું થયું ?
બંગાળના મુખ્યમંત્રી શનિવારે જ્યારે પ્રભાવિત વિસ્તારની મુલાકાતે હતા તે દરમિયાન કેટલાક લોકોએ જયશ્રીરામના નારાઓ લગાવ્યા હતા
કોલકાતા : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ચક્રવાત ફોનીને પહોંચી વળવા માટે લોકોને અફવા નહી ફેલાવવા તથા ઘરની અંદર રહેવાની સલાહ આપી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, અમે સંપુર્ણ એલર્ટ છીએ અને સ્થિતી પર નજીકથી નજર રાખી રહ્યા છે. બંગાળના મુખ્યમંત્રી શનિવારે જ્યારે પ્રભાવિત વિસ્તારની મુલાકાતે હતા, તે દરમિયાન કેટલાક લોકોએ તેમની સામે જય શ્રી રામના નારા લગાવ્યા હતા. તેને સાંભળીને મમતા બેનર્જી ગુસ્સે થિ ગયા. જ્યારે તેમનો કાફલો પસાર થયો તો કેટલાક લોકોએ નારા લગાવ્યા.
રાહુલે સોનિયા ગાંધી પાસેથી લીધી છે લોન, મુલાયમ, શત્રુઘ્ન પણ છે સંતાનોના દેવાદાર
આ ઘટના પશ્ચિમ બંગાળના ચંદ્રકોણાના રાધાબલ્લભપુર વિસ્તારની છે. શનિવારે પશ્ચિમી મિદનાપુરમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતાની પદયાત્રા પુર્ણ કરીને ગાડીથી જઇ રહ્યા હતા ત્યારે જ કેટલાક લોકોએ જયશ્રી રામનાં નારા લગાવવાનાં શરૂ કરી દીધા, જેને સાંભળ્યા બાદ મમતા બેનર્જી ગાડીમાંથી ઉતર્યા અને તે લોકોને ગુસ્સામાં ઝાટકવા માંડ્યા હતા. તેમણે કહ્યું કે, આમ તેમ ભાગી શા માટે રહ્યા છો. મમતાએ કહ્યું કે, ગાળો કેમ બોલી રહ્યા છો.
BJPના ખિચડી સરકારના કટાક્ષ અંગે થરૂરે કહ્યું બિમાર માટે ખિચડી અમૃત
વડાપ્રધાન મોદી નશાની હાલતમાં ભાષણો કરી રહ્યા છે: સંજયસિંહનું વિવાદિત નિવેદન
કેટલાક લાલચી નેતાઓનાં કારણે લોકો તૃણમુલનો સાથ ન છોડો
મમતા બેનર્જીએ સ્વિકાર કરતા કે પાર્ટીનાં કેટલાક સ્થાની નેતા લાલચી હોઇ શકે છે, રવિવારે લોકોને અપીલ કરી કે તેઓ તે લોકોની વિરુદ્ધ ગુસ્સો તૃણમુલ કોંગ્રેસની વિરુદ્ધ મતદાન કરીને ન કાઢે. તેમણે દાવો કર્યો કે પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વ આ પ્રકારનાં આરોપોથી પર છે. મમતાએ કહ્યું કે, તેમની સરકારે અનેક યોજનાઓ દ્વારા પછાત વિસ્તાર જંગમહાલનાં લોકોનું જીવન સ્તરમાં સુધારો કર્યો છે.