નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે શુક્રવારે કહ્યું કે, એવું લાગી રહ્યું છે કે પશ્ચિમ બંગાળમાં કેટલાક ખુબ જ ગંભીર ચાલી રહ્યું છે અને આ તર્ક સાથે જ કોલકાતા હવાઇ મથક પર તૃણમુલ નેતાની પત્નીના સામાનની તપાસ કરનારા કસ્ટમ્સ અધિકારીઓનાં કથિત ઉત્પીડન મુદ્દે સુનવણી માટે તૈયાર થઇ ચુક્યું હતું. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇ અને ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાની પીઠે આ ટિપ્પણી સાથે જ પશ્ચિમ બંગાળ સરકારને આ મુદ્દે ચાર અઠવાડીયાની અંદર જવાબ દાખલ કરવા માટેનો નિર્દેશ આપ્યો હતો. પીઠે કહ્યું કે, કોઇએ આપણુ ધ્યાન ખુબ જ ગંભીર વસ્તોએ તરફ આકર્ષીત કર્યું છે. આપણને તે અંગે કોઇ જ માહિતી નથી કે કોનો દાવો સાચો છે.પરંતુ અમે આ મુદ્દે ઉંડે સુધી જવા માંગીએ છીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજદ્રોહના કાયદાને વધારે કડક બનાવીશું, જેથી તે મુદ્દે તેઓ થથરી ઉઠે: રાજનાથ

કસ્ટમ્સ વિભાગ તરફથી સોલિસીટર જનરલ તુષાર મહેતાએ પીઠને કહ્યું કે, આ મુદ્દો 15-16 માર્ચની રાતની ઘટના સંબંધિત છે જ્યારે કસ્ટમ્સનાં અધિકારીઓ પોતાનુ કામ કરતા અટકાવવામાં આવ્યા. તેમણે કહ્યું કે, અધિકારીઓનાં કામમાં તે સમયે બાધા ઉત્પન્ન કરવામાં આવી જ્યારે મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અને તૃણમુલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનર્જીની પત્ની રુજૂરા નરુલા બેનર્જી સહિત બે મહિલાઓને તપાસ માટે એરપોર્ટ પર અટકાવવામાં આવી હતી. 

વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંધવીએ નોટિસ ઇશ્યું કરવા અંગે વિરોધ કર્યો અને કહ્યું કે, અરજી વિચાર યોગ્ય નથી કારણ કે અરજદાર રાજકુમાર બર્થવાલ કેન્દ્રીય અપ્રત્યક્ષ કર અને સીમા શુલ્ક બોર્ડના સભ્ય છે અને તેઓ અરજી દાખલ કરવા સક્ષમ નથી. આ પીઠે ટીપ્પણી કરી કે તેને અરજદારના સક્ષમ હોવા અંગે માહિતી નથી પરંતુ અમે પશ્ચિમ બંગાળમાં જે કાંઇ પણ ચાલી રહ્યું છે તેને નજર અંદાજ કરી શખીએ નહી. જો જરૂર પડશે તો અમે આ મુદ્દે સ્વયં સંજ્ઞાન લઇને પણ આ ઘટનાના મુળ સુધી પહોંચવાનો પ્રયાસ કરીશું.