સોમનાથ ચેટર્જીના પાર્થીવ શરીરને CPM ઓફીસ લઇ જવાની માંગ પરિવારે ફગાવી
સોમનાથ ચેટર્જીની સીપીએમમાંથી 23 જુલાઇ 2008ના રોજ પાર્ટીમાંથી હકાલપટ્ટી કરી દેવાઇ હતી
કોલકાતા : લોકસભાના પૂર્વ અધ્યક્ષ સોમનાથ ચેટર્જીના પરિવારે સોમવારે માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (સીપીએમ) નેતૃત્વ દ્વારા તેમનાં પાર્થિવ દેહને લાલ ઝંડામાં લપેટવાની માંગ અને તેમના પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે પાર્ટીની પશ્ચિમ બંગાળ મુખ્ય ઓફીસ લઇ જવાની અનુમતી આપવા માટેની અપીલ ફગાવી દીધી હતી. સોમનાથ ચેટર્જીની પુત્રે અનુશિલા બસુએ કહ્યુ કે, પાર્ટી અમને આગ્રહ કર્યો કે તેઓ પાર્ટી કાર્યકર્તાઓનાં અંતિમ દર્શન માટે તેમના પાર્થિવ શરીરને પાર્ટી મુખ્ય મથક લઇ જવા માંગે છે.
જો કે અમે કહ્યું છે કે અમે એવું નથી ઇચ્છતા. સીપીએમને અમે અપીલ કરી કે તેઓ તેમના પાર્થિવ શરીરને લાલ ઝંડામાં લપેટવા માંગે છે, અમે ઇન્કાર કરી દીધો. સોમનાથ ચેટર્જીએ પાર્ટીએ 23 જુલાઇ, 2008ના રોજ પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હતા. પાર્ટીએ ભારત-અમેરિકા અસૈન્ય પરમાણુ સમજુતીના વિરોધમાં યુપીએ-1 સરકાર સાથે પોતાનું સમર્થન પાછુ ખેંચી લીધું હતું અને ચેટર્જીને પણ લોકસભા અધ્યક્ષ પદ પરથીરાજીનામું આપવા માટે કહ્યું હતું. જેને ચેટર્જીએ નકારી દીધું હતું, અને ત્યાર બાદ પાર્ટીએ તેમની હાંકી કાઢ્યા હતા.
ચેટર્જીએ 10 વખતના લોકસભાના સભ્ય રહ્યા, જેમાં તેઓ સીપીએમ ઉમેદવાર તરીકે નવ વખત અને અપક્ષ ઉમેદવાર તરીકે એકવાર સાંસદ રહ્યા હતા. તેમનું સોમવારે 89 વર્ષની અવસ્થામાં કોલકતામાં એક નર્સિંગ હોમમાં નિધન થઇ ગયું હતું.
જે દિવસે તેમની પાર્ટીમાંથી હકાલપટ્ટી કરાઇ તેમની આંખોમાં આંસુ હતા.
અનુશિલાએ કહ્યું કે, જે દિવસે તેમના પિતાને પાર્ટીમાંથી હાંકી કઢાયા, તેમણે તેની આંખમાં આંસુ જોયા હતા. તેમને છ દિવસ સારી રીતે યાદ છે, જ્યારે સીપીએમ પોલિત બ્યૂરોએ આ નિર્ણય લીધો હતો. તેમણે કહ્યું કે, હું ત્યારે દિલ્હીમાં હતી. મે મારા પિતાને કહ્યું હતું કે હવે કદાચ તમે એક આઝાદ પક્ષી છો. થોડા સમય બાદ હું તેમની ચેમ્બરમાં ગઇ તો તેમની આંખોમાં આંસુ હતા.
અનશિલાએ કહ્યું કે, ન તો ચેટર્જી આ નિર્ણયનો સ્વિકાર કરી શક્યા હતા, ન પરિવારનાં કોઇ સભ્યએ. જો કે તેમણે કહ્યું કે, ચેટર્જી પાર્ટીને ખુબ જ પ્રેમ કરતા હતા. તેમણે કહ્યું કે, અમે ક્યારે ક્યારેક પાર્ટી વિરુદ્ધ નિવેદન આપવા માટે તેમને ભડકાવતા હતા, પરંતુ તેઓ ક્યારે પણ પાર્ટી વિરુદ્ધ બોલ્યા નથી. તેઓ પાર્ટીને ખુબ જ પ્રેમ કરતા હતા. તેમણે કહ્યું કે, પાર્ટીથી દુર તેઓ માત્ર કાગળ કલમ પર જ થયા છે પરંતુ માનસિક રીતે તેઓ પાર્ટીથી અલગ નથી થયા.