MP: સિંધિયા પરિવારને કારણે બીજીવાર સત્તા ગુમાવશે કોંગ્રેસ, જ્યોતિરાદિત્યના પુત્રએ કહ્યું- આવા નિર્ણય માટે હિંમત જોઈએ
જ્યોતિરાદિત્ય સિંધિયાના આ નિર્ણય પર તેમનો પરિવાર તેની સાથે છે. સિંધિયાના પુત્ર મહાઆર્યમન સિંધિયાએ તેમનું સમર્થન કર્યું છે. મહાઆર્યમન સિંધિયાએ કહ્યું, `મારા પિતાએ પોતાના માટે એક સ્ટેન્ડ લીધું છે, તે માટે હું તેના પર ગર્વ કરુ છું.
ભોપાલઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ પાર્ટીના પ્રાથમિક સભ્ય પગેથી રાજીનામું આપ્યા બાદ મધ્યપ્રદેશની રાજનીતિમાં ભુકંપ આવી ગયો છે. સાંજ પડતા-પડતા સિંધિયાના સમર્થક 22 ધારાસભ્યોએ પણ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. આ તમામ રાજીનામાં બાદ મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સત્તા જતી જોવા મળી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે મુખ્યપ્રધાન કમલનાથ જલદી રાજ્યપાલ લાલજી ટંડનને પોતાનું રાજીનામું સોંપી દેશે. સિંધિયા પરિવારને કારણે મધ્ય પ્રદેશમાં બીજીવાર કોંગ્રેસ સત્તામાંથી બહાર થતી જોવા મળી રહી છે.
પુત્રએ કહ્યું, રાજીનામાં માટે હિંમત જોઈએ
જ્યોતિરાદિત્ય સિંધિયાના આ નિર્ણય પર તેમનો પરિવાર તેની સાથે છે. સિંધિયાના પુત્ર મહાઆર્યમન સિંધિયાએ તેમનું સમર્થન કર્યું છે. મહાઆર્યમન સિંધિયાએ કહ્યું, 'મારા પિતાએ પોતાના માટે એક સ્ટેન્ડ લીધું છે, તે માટે હું તેના પર ગર્વ કરુ છું. વારસાથી રાજીનામું આપવા માટે હિંમત જોઈએ. ઈતિહાસ સાક્ષી છે કે અમારો પરિવાર અને અમે ક્યારેય સત્તાના ભૂખ્યા રહ્યાં નથી. અમે વચન પ્રમાણે ભારત અને મધ્યપ્રદેશમાં પરિવર્તન લાવીશું.'
ફઈ યશોધરા બોલ્યા, રાજમાતાના લોહીએ લીધો રાષ્ટ્રહિતમાં નિર્ણય
જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ હવે સિંધિયા ખાનદાનમાં ખુશીની લહેર છે. ભાજપના નેતા અને જ્યોતિરાદિત્ય સિંધિયાના ફઈ અને શિવરાજ સરકારમાં મંત્રી રહી ચુકેલા યશોધરા રાજેએ તેને ઐતિહાસિક પગલું ગણાવ્યું છે. શિવપુરીથી ભાજપના ધારાસભ્ય યશોધરા રાજેએ સિંધિયાના રાજીનામાં પર ટ્વીટ કર્યું, 'રાજમાતાના લોહીએ લીધો રાષ્ટ્રહિતમાં નિર્ણય. સાથે ચાલશું, નવો ગઢ બનાવીશું, હવે તમામ મતભેદ પૂરા. જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા કોંગ્રેસ છોડવાના સાહસિક નિર્ણયનું હું આત્મીયતાથી સ્વાગત કરુ છું.'
જાણો કેવી છે જ્યોતિરાદિત્ય સિંધિયાની રાજકીય સફર, પિતાના મોત બાદ વારસામાં મળી હતી રાજનીતિ
રાજસ્થાનના પૂર્વ મુખ્યપ્રધાન વસુંધરા રાજે પણ જ્યોતિરાદિત્યના ફઈ છે. વસુંધરા, યશોધરા અને માધયરાવ સિંધિયાના માતા રાજમાતા વિજયા રાજે સિંધિયા જનસંઘના નેતા હતા. મધ્ય પ્રદેશમાં જનસંઘ અને ભાજપને સ્થાપિત કરવામાં વિજયારાજે સિંધિયાનું મહત્વનું યોગદાન રહ્યું હતું. માધવરાવ સિંધિયાની જન્મજયંતિ પર મંગળવારે યશોધરા રાજેએ ટ્વીટ કર્યું, 'મોટા ભાઈ શ્રીમંત માધવરાવ સિંધિયાની જયંતિ પર નમન, દાદા જનસેવાના પથ પર નિસ્વાર્થ ભાવથી આગળ વધવાની પ્રેરણા હંમેશા તમારામાંથી મળી છે. હું જાણું છું કે તમારો પ્રેમ-આશીર્વાદ આજે પણ મને મુશ્કેલ સેવા માર્ગ પર આગળ વધારી રહ્યો છે.'
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube