નવી દિલ્હી: ગોવાના કર્લી રેસ્ટોરન્ટના માલિકની ગોવા પોલીસે ધરપકડ કરી છે. પોલીસે ક્લબના બાથરૂમમાંથી ડ્રગ્સ જપ્ત કરી છે. આ ઉપરાંત ડ્રગ્સ મેળવનારા કુરિયર બોયની પણ ગોવા પોલીસે ધરપકડ કરી છે. આરોપ છે કે ગોવાની તે ક્લબમાં ડ્રગ્સ પહોંચ્યું કેવી રીતે? આ સાથે જ પોલીસે ક્લબના બાથરૂમમાંથી ડ્રગ્સ જપ્ત કર્યું છે. સોનાલી ફોગાટ મોત કેસમાં પોલીસે અત્યાર સુધીમાં 4 આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં ફોગાટનો પીએ સુધીર સાંગવાન, સુખવિંદર સિંહ, કર્લી ક્લબના માલિક અને ડિલિવરી બોય સામેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મામલે ગોવા પોલીસના આઈજીપી ઓમવીર સિંહ બિશ્નોઈના જણાવ્યાં મુજબ સોનાલી ફોગાટના ડ્રિંકમાં આ બંનેએ પાર્ટી દરમિયાન નશીલો પદાર્થ ભેળવ્યો હતો. કદાચ તેના કારણે ફોગાટનું મોત થયું. આ બંને આ  હત્યાકાંડના આરોપી છે. પોલીસ અધિકારીએ કહ્યું કે સોનાલી ફોગાટ (42)ની હત્યા પાછળનું કારણ તેમનું આર્થિક હિત હોઈ શકે છે. તેમણે કહ્યું કે બંને આરોપીઓ સુધીર સાંગવાન અને સુખવિંદર સિંહની ધરપકડ કરાઈ છે જેથી કરીને તેઓ પુરાવા સાથે છેડછાડ અને સાક્ષીઓને પ્રભાવિત કરી શકે નહીં. આ બંનેને સોનાલીના પરિજનોની ફરિયાદ પર ધરપકડ કરાયા હતા. 


Sonali Phogat ના ગુરુગ્રામના ફ્લેટ નંબર 901થી બહાર આવી ચોંકાવનારી માહિતી, જાણી હક્કાબક્કા થઈ જશો


ગોવા પોલીસે જણાવ્યું હતું કે એક સીસીટીવી ફૂટેજ જપ્ત કરાયું છે જેમાં સુધીર બોટલથી સોનાલીને કઈંક પીવડાવતો જોવા મળે છે પરંતુ ટિક ટોક સ્ટાર વારંવાર તેને રોકી રહી છે અને ડ્રિંક પીવાથી બચી રહી છે. ગોવા પોલીસને શક છે કે આ પદાર્થ MDMA ડ્રગ છે જે સોનાલીને અપાઈ રહ્યો છે. આ વાતની પુષ્ટિ કરવા માટે કેમિકલ તપાસ કરાવવામાં આવી રહી છે. ક્લબ માલિક અને ડ્રગ્સ સપ્લાય કરનારા ડિલિવરી બોયની પણ પૂછપરછ થઈ રહી છે. આરોપી સુધીર સાંગવાન અને સુખવિંદર સિંહને આજે કોર્ટમાં હાજર કરાશે. મામલાની ગંભીરતાને જોતા ગોવા પોલીસ બંને આરોપીઓની 14 દિવસની પોલીસ કસ્ટડી માંગી શકે છે. પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું છે કે જ્યારે સોનાલી ફોગાટે પોતાની તબિયત બગડવાની વાત કરી તો સુધીર સાંગવાન અને સુખવિંદર સિંહ એક પ્રાઈવેટ ગાડીમાં સોનાલીને હોસ્પિટલ લઈ ગયા હતા. 


માંડ-માંડ ચાલી રહી છે સોનાલી ફોગાટ, મોત પહેલાના CCTV ફુટેજ આવ્યા સામે


સોનાલી ફોગાટ કેસમાં હવે ગોવા સીએમ પ્રમોદ સાવંતનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે આ સમગ્ર મામલાની તપાસ કરાવવામાં આવી રહી છે. કોઈને પણ છોડવામાં નહીં આવે. અત્યાર સુધી આ મામલે લગભગ 20થી 25 લોકોના નિવેદન નોંધવામાં આવ્યા છે. જેમાં Curlies રેસ્ટોરન્ટનો સ્ટાફ પણ સામેલ છે. સોનાલીના પીએ સુધીર સાંગવાન અને સુખવિંદર વાસી તેમની સાથે 22 ઓગસ્ટના રોજ ગોવા પહોંચ્યા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે સોનાલીના શરીર પર ઈજાના નિશાન હતા. આ વાતની પુષ્ટિ સોનાલીના ભાણીયા અને ભત્રીજાએ કરી હતી. ત્યારબાદ પોલીસે સોનાલીની હત્યાનો કેસ દાખલ કર્યો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube