ભાઈ રિંકુનો આરોપ, સોનાલી ફોગાટની આયોજનબદ્ધ રીતે કરવામાં આવી હત્યા, CBI તપાસની કરી માંગ
ભાજપ નેતા સોનાલી ફોગાટનું 22 ઓગસ્ટે ગોવામાં શંકાસ્પદ પરિસ્થિતિમાં હાર્ટ એટેકથી નિધન થયું હતું. સોનાલીના ભાઈ રિંકૂનું કહેવું છે કે તેની આયોજનબદ્ધ રીતે હત્યા કરવામાં આવી છે.
નવી દિલ્હીઃ જાણીતી ટિકટોક સ્ટાર અને ભાજપ નેતા રહેલી સોનાલી ફોગાટનું ગોવામાં હાર્ટ એટેકને કારણે શંકાસ્પદ સ્થિતિમાં મોત થઈ ગયું હતું. સોનાલીના આ રીતે અચાનક મોતથી અનેક સવાલ ઉઠી રહ્યાં છે. હવે તેના ભાઈ રિંકૂ ફોગાટે પણ પોતાના બહેનના મોત પર સવાલ ઉઠાવ્યા છે. તેણે સોનાલીની હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે અને કહ્યું કે તેના પર્સનલ આસિસ્ટન્ટ સહિત બે લોકો પર તેને શંકા છે.
સોનાલી ફોગાટના ભાઈ રિંકૂએ પોતાના બહેનની કથિત હત્યાના મામલાની તપાસ સીબીઆઈ પાસે કરાવવાની માંગ કરી છે. તેણે જણાવ્યું કે સોનાલી ફોગાટની આયોજનબદ્ધ હત્યાના સંબંધમાં તેણે ગોવાના અંજુના પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી છે.
આ પણ વાંચોઃ CM ના ખાસમખાસ ગણાતા વ્યક્તિના ઘરેથી 2 AK-47 રાઈફલ મળી આવી, 18 ઠેકાણે ED ની રેડ
રિંકૂનું કહેવું છે કે તેને અને તેના પરિવારને ગોવામાં કરેલા પોસ્ટમોર્ટમ પર વિશ્વાસ નથી. તેથી સોનાલી ફોગાટના મૃતદેહનું દિલ્હી સ્થિત ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સમાં ફરીથી પોસ્ટ મોર્ટમ કરવું જોઈએ.
સોનાલીના ભાઈએ આ મામલામાં ગોપાલ કાંડાનું પણ નામ લીધુ છે. તેણે સુધીર સાંગવાન અને તેના સાથી સુખવિંદર વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરાવવાની માંગ કરી છે. વતનનું કહેવું છે કે સુધીર વારંવાર નિવેદન બદલી રહ્યો છે. આ સાથે કહ્યું કે તે ગોવા પોલીસને સપોર્ટ કરી રહ્યો નથી. તેણે કહ્યું કે મૃત્યુ બાદ સોનાલીના ચહેરાનો કલર બ્લૂ હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube