Sonali Phogat: સોનાલી ફોગાટ કેસની તપાસ CBIની સોંપાશે? ગોવાના મુખ્યમંત્રીએ આપ્યો જવાબ
Sonali Phogat Murder: ભાજપ નેતા સોનાલી ફોગાટના હત્યાના મામલામાં ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જરૂર પડી તો સીબીઆઈને કેસ સોંપી દેવામાં આવશે.
પણજીઃ Goa CM on Sonali Phogat Death: ભાજપ નેતા અને ટિક-ટોક સ્ટાર સોનાલી ફોગાટના મોતનું રહસ્ય હજુ ઉકેલાયું નથી. આ વચ્ચે ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે સીબીઆઈ તપાસને લઈને મોટી વાત કહી છે. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કહ્યુ કે તમામ ઔપચારિકતાઓ બાદ જો જરૂર પડી તો સોનાલી ફોગાટનો મામલો સીબીઆઈને સોંપી દેવામાં આવશે.
ન્યૂઝ એજન્સી એએનઆઈ પ્રમાણે ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કહ્યુ કે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરની સાથે વાત થઈ છે. મુખ્યમંત્રી ખટ્ટરે આ મામલામાં ઉંડાણથી તપાસની વિનંતી કરી છે.
શું સોનાલી ફોગાટના મામલામાં થશે સીબીઆઈ તપાસ?
ગોવાનના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે લીલી ઝંડી આપી અને તપાસ માટે પોતાનું સમર્થન આપતા કહ્યું કે જો જરૂર પડી તો ગોવા સરકાર મામલાની આગળની તપાસ સીબીઆઈને સોંપી દેશે. સોનાલી ફોગાટની હત્યા પર ગોવાના મુખ્યમંત્રીએ કહ્યું કે તેમને સીબીઆઈ તપાસથી કોઈ સમસ્યા નથી. અભિનેત્રી સોનાલી ફોગાટના પરિવારે હરિયાણાના મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી સીબીઆઈ તપાસની માંગ કરી હતી.
આ પણ વાંચોઃ Congress President Election: કોણ બનશે કોંગ્રેસના નવા અધ્યક્ષ? 17 ઓક્ટોબરે ચૂંટણી
સોનાલીના પરિવારે કરી છે સીબીઆઈ તપાસની માંગ
આ પહેલા અંજુના પોલીસે વધુ એક ડ્રગ પેડલર રમા માંડ્રેકરની ધરપકડ કરી હતી. આ મામલામાં અત્યાર સુધી કુલ પાંચ લોકોની ધરપકડ થઈ છે. આ પહેલા શનિવારે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે સોનાલી ફોગાટના પરિવારને અભિનેત્રીના મોતની તપાસ સીબીઆઈ પાસે કરાવવાનું આશ્વાસન આપ્યું હતું. ફોગાટની બહેન રૂપેશે ચંદીગઢમાં સીએમ ખટ્ટર સાથે મુલાકાત બાદ આ વિશે જાણકારી આપી હતી. ગોવા પોલીસ પ્રમાણે તપાસથી જાણવા મળ્યું છે કે ડ્રગ્સની સપ્લાય દત્તાપ્રસાદ ગાંવકર નામના વ્યક્તિએ કરી હતી, જે અંજુનાની હોટલ ગ્રાન્ડ લિયોની રિઝોર્ટમાં કામ કરતો હતો. આ કેસની તપાસ ચાલી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube