પણજીઃ ભાજપ નેતા અને પૂર્વ ટિકટોક સ્ટાર સોનાલી ફોગાટના મોતના સમાચાર 23 ઓગસ્ટે આવ્યા હતા. સોનાલીના અચાનક થયેલા નિધનથી ઘણા લોકો ચોકી ગયા હતા. ત્યારબાદ તેના પરિવારજનોએ સોનાલીની હત્યાનો આરોપ તેના સહયોગીઓ પર લગાવ્યો હતો. અહીં જાણો સોનાલી ફોગાટના ગોવામાં પગ મુકવાથી લઈને છેલ્લા શ્વાસ સુધીની કહાની..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોનાલી ફોગાટ, તેનો પીએ સુધીર પાલ સાંગવાન અને એક અન્ય સગયોગી સુખવિંદર સિંહ, ત્રણેય નોઇડાથી દિલ્હી અને દિલ્હીથી ફ્લાઇટ લઈને ગોવા પહોંચ્યા હતા. ગોવામાં આ ત્રણેય બપોરે 1 કલાકે પહોંચી ગયા. ત્યારબાદ ત્રણેય અંજુના નજીક વગોટોરમાં The Grand Leoney Resort માં ગયા હતા. સાંજે 4 કલાકે રિઝોર્ટમાં તેમણે ચેક ઇન કર્યું હતું. સોનાલી ફોગાટને L17 અને સુધીર તથા સુખવિંદરને L23 ડિલક્સ કોટેજ મળ્યું હતું. ત્યારબાદ ત્રણેય પોત-પોતાના રૂમમાં ફ્રેશ થવા ગયા હતા. સાંજે સાડા છ કલાકે રામા મંડેરેકર નામનો એક ડ્રગ પેડલર બાઇકથી ગ્રાન્ડ લીઓની રિઝોર્ટ પહોંચ્યો હતો. રામાએ લીઓની રિઝોર્ટના વેટર સ્ટાફ દત્તાપ્રદાદ ગાંવકરને રિઝોર્ટના ગેટની નજીક MDMA ડ્રગ્સના પેકેટ આપ્યા હતા. 


ગ્રાન્ડ લીઓની રિઝોર્ટના વેટર સ્ટાફ દત્તા પાસે સુધીરે લીધુ ડ્રગ્સ
દત્તા પ્રસાદ, ગ્રાન્ડ લીઓની રિઝોર્ટનો સ્ટાફ હતા. દત્તાએ MDMA ડ્રગ સુધીર અને સુખવિંદરને 7000 રૂપિયામાં ડ્રગ્સ આપ્યું હતું. સાંજે 7.30 કલાકે ત્રણેયે નાસ્તો રૂમમાં મંગાવ્યો હતો. ત્યારબાદ સોનાલી રિઝોર્ટના સ્વિમિંગ પૂલમાં ઉતરી અને ત્યાં થોડો સમય સ્વિમિંગ કર્યું. સ્વિમિંગ કર્યા બાદ ફ્રેશ થવા અને કપડા ચેન્જ કરવા તે રૂમ નંબર એલ 17માં પહોંચી હતી. 


આ પણ વાંચોઃ મથુરા: શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ મામલે અલાહાબાદ હાઈકોર્ટે આપ્યો મોટો આદેશ


સોનાલીએ લાલ કલરનું ટોપ, વુલન શ્રગ અને બ્લેક હાફ જીન્સ પહેર્યું હતું. સાંજે સોનાલી ફોગાટ સુધીર અને સુખવિંદરે એમડી ડ્રગ્સનો પ્રથમ નશો લીઓની રિઝોર્ટમાં જ કર્યો હતો. ત્રણેયે એમડી ડ્રગ્સ લીધુ હતું. ત્યારબાદ સુધીરે એક ખાલી બોટલમાં ડ્રગ્સને રાખ્યુ અને બાકીના પેકેટ ખિસ્સામાં મુકી દીધા. બોટલ અને ડ્રગ્સ પેકેટ લઈને સુધીર Curlies પહોંચ્યો હતો. 


કર્લીઝમાં રાત્રે 12 કલાકે સુધીરે સોનાલીને ડ્રગ્સ ભેળવેલું પાણી આપ્યું
રાત્રે 10 કલાકે સુખવિંદર સૌથી પહેલા Curlies પબ ગયો. ત્યાં જઈને તેણે પહેલા ટેબલ બુક કરાવ્યું. ત્યારબાદ ટેક્સીમાં સોનાલી અને સુધીર ત્યાં પહોંચ્યા. રાત્રે 11 કલાકે ત્રણેય પબમાં હાજર હતા. જે ટેબલ પર સોનાલી બેઠી હતી તે ટેબલની પાસે બીજા ટેબલ પર એક યુવતી કેક કાપી રહી હતી, જેમાં સોનાલીએ પણ તાળીઓ પાડી હતી. આ યુવતીઓ કોણ હતી તેની તપાસ ચાલી રહી છે. રાત્રે 12 કલાકે સુધીરે સોનાલીને ડ્રગ્સ મિક્સ કરેલું પાણી આપવાનું શરૂ કર્યું. આ દરમિયાન સોનાલી, સુધીર અને સુખવિંદર ડાન્સ ફ્લોર પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા. ડાન્સ ફ્લોર પર નાચવા સમયે પણ સુધીરે સોનાલીને એમડી ડ્રગ્સ આપ્યું હતું. 


રાત્રે ડાન્સ કરતા સોનાલી પડી ગઈ હતી
રાત્રે 12 કલાકે સોનાલીએ કાંટિનેન્ટલ ભોજન અને ડ્રિંકનો ઓર્ડર આપ્યો હતો. ડિનર, ડ્રિંક અને ડ્રગ્સ વચ્ચે સોનાલી ખુબ ડાન્સ કરી રહી હતી. રાત્રે 2 કલાકે સોનાલી ડાન્સ કરતા પડી ગઈ અને ટેબલ પર બેસી ગઈ હતી. રાત્રે 2.30 કલાકે સોનાલીની તબીયત ખરાબ થવા લાગી અને સોનાલીએ સુધીરને કહ્યું કે તેને સારૂ લાગી રહ્યું નથી. 


આ પણ વાંચોઃ કોંગ્રેસ છોડ્યા બાદ દિગ્ગજ નેતાએ કહ્યું- 'પહેલા PM મોદીને ક્રૂર સમજતો હતો પણ...'


ત્યારબાદ ઉલ્ટી કરવા માટે સુધીર સોનાલીને લેડીઝ ટોયલેટ લઈને ગયો. ઉલ્ટા કર્યા બાદ સોનાલી ફરી ડાન્સ ફ્લોર પર જોવા મળી. આ દરમિયાન સોનાલી ડાન્સ કરતા કરતા કેટલીક વાર પડી ગઈ હતી. 4.30 કલાકે સોનાલીએ ફરી સુધીરને લેડીઝ ટોયલેટમાં લઈ જવાનું કહ્યું હતું. આ દરમિયાન સોનાલી ઉભા થવાની સ્થિતિમાં નહોતી. સુધીરે સોનાલીને ટોયલેટમાં પહોંચાડી અને તે ત્યાં સુઈ ગઈ. આ દરમિયાન સુધીર અને સુખવિંદર ટોયલેટની પાસે ઉભા રહ્યાં અને સોનાલીને જોઈ રહ્યાં હતા.


સુધીરે ટોયલેટમાં છુપાવી દીધુ ડ્રગ્સ
આ દરમિયાન સુધીરે બાકી ડ્રગ્સને ખાલી પાણીની બોટલમાં નાખી દીધુ અને જે ટોયલેટમાં સોનાલી પડી હતી તે ટોયલેટના ફ્લશમાં છુપાવી દીધુ. આ ટોયલેટમાંથી પોલીસે ડ્રગ્સ જપ્ત કર્યું છે. 23 ઓગસ્ટની સવારે છ કલાકે સુધીર, સુખવિંદર અને પબના 2 કર્મચારીઓની મદદથી સીડી ચઢતા પાર્ટીમાં  સોનાલીને લાવવામાં આવી. એક ટેક્સીની મદદથી ત્રણેય લોકો ગ્રાન્ડ લીયોની રિઝોર્ટ પહોંચ્યા હતા. 


આ પણ વાંચોઃ BJP નો કેજરીવાલ સરકાર પર ગંભીર આક્ષેપ, આબકારી બાદ હવે શિક્ષણ વિભાગમાં કૌભાંડ


ગ્રાન્ડ લીઓની પહોંચ્યા બાદ સોનાલી થઈ બેભાન
સવારે 7 કલાકે ત્રણેય રિઝોર્ટમાં પહોંચ્યા. ગ્રાન્ડ લીઓની રિઝોર્ટ પહોંચ્યા બાદ સોનાલી બેભાન થઈ ગઈ. ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવી. સેન્ટ એન્થોની હોસ્પિટલ પહોંચતા પહેલા સોનાલીનું મોત થઈ ચુક્યુ હતું. પોલીસના અધિકારી પ્રસલ નાઇક દેસાઈને 23 ઓગસ્ટની સવારે 9.22 કલાકે ફોન આવ્યો કે સોનાલી ફોગાટના પહેલાથી મૃત શરીરને હોસ્પિટલ લાવવામાં આવ્યું છે. ત્યારબાદ સોનાલીનું પંચનામુ કરી ગોવા પોલીસે મેડિકલ કોલેજ મોકલી આપ્યું હતું. 


સોશિયલ મીડિયા સોનાલી ફોગાટ, ગોવાની ચમક ધમક વચ્ચે નશાનો શિકાર બની અને ગોવામાં અંતિમ શ્વાસ લીધા. સૂત્રો પ્રમાણે 12 હજારના ડ્રગ્સની મદદથી સોનાલી ફોગાટને મારવામાં આવી. ડ્રગ્સનો ઓવર ડોઝ સોનાલી ફોગાટના મોતનું કારણ હોઈ શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube