COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઝી બ્યૂરો, અમદાવાદઃ ભારતમાં દિવસેને દિવસે નવી ટેક્નોલોજી વિક્સીત થઈ રહી છે. ઈલેક્ટ્રિક સ્કુટર અને કાર બાદ હવે ઈલેક્ટ્રિક ટ્રેક્ટર લોન્ચ કરવામાં આવ્યું છે. ભારતમાં આ ટ્રેક્ટર સોનાલીકા કંપનીએ લોન્ચ કર્યું છે. આ ટ્રેક્ટરની કિંમત 5.99 લાખ રૂપિયા છે. કંપનીએ આ ટ્રેક્ટરનું નામ ટાઈગર ઈલેક્ટ્રિક રાખ્યું છે. આધુનિક ટેક્નોલોજીથી બનેલા આ ટ્રેક્ટરને યુરોપમાં ડિઝાઈન કરાયું અને તેનું નિર્માણ ભારતમાં થયું છે. આ એક એમીશન ફ્રી ટ્રેક્ટર છે, જે અવાજ નથી કરતું.



સોનાલીકાના ટાઈગર ઈલેક્ટ્રિક ટ્રેક્ટરના પર્ફોર્મન્સની વાત કરીએ તો આમાં IP67 કંપ્લાયંટવાળી 25.5 કિલોવોટ નેચરલ કુલિંગ કોમ્પેક્ટ બેટરી દેવામાં આવી છે. કંપનીનો દાવો છે કે ડીઝલ કરતા આ ટ્રેક્ટરમાં માત્ર એક ચોથાઈ ખર્ચ થાય છે. તેમજ કંપનીનો દાવો છે કે આ ટ્રેક્ટરને રેગ્યુલર હોમ ચાર્જિંગની મદદથી 10 કલાકમાં ફુલ ચાર્જ કરી શકાય છે. ગ્રાહકોએ ટ્રેક્ટરમાં ઈંધણ ભરાવવા પેટ્રોલ પંપ પર જવું નહીં પડે. 


ટાઈગર ઈલેક્ટ્રિક ટ્રેક્ટરની ટોપ સ્પીડ 24.93 પ્રતિ કલાક છે. આ સિવાય ટ્રેક્ટરમાં 2 ટન ટ્રોલીને ઓપરેટ કરવાની સાથે 8 કલાક બેટરી બેકઅપ મળશે...કંપનીએ ફાસ્ટ ચાર્જિંગનો પણ વિકલ્પ આપ્યો છે. ફાસ્ટ ચાર્જિંગમાં ગ્રાહક બેટરીને 4 કલાકમાં ચાર્જ કરી શકે છે.