નવી દિલ્હી: કોંગ્રેસની વચગાળાની અધ્યક્ષ સોનિયા ગાંધી ગુરૂવારે દિલ્હીના સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ થઇ જ્યાં તેમની તબિયતની નિયમિત તપાસ કરવામાં આવશે. હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને સાંજે સાત વાગે નિયમિત તપાસ માટે ભરતી કરાવવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કહ્યું કે સોનિયા ગાંધીની હાલત સ્થિર છે. હોસ્પિટલ તરફથી જાહેર કરવામાં હેલ્થ બુલેટિનમાં હોસ્પિટલના ચેરમેન ડોક્ટર ડી.એસ રાણાના હવાલેથી જણાવ્યું કે સોનિયા ગાંધીને સાંજે 7 વાગે ભરતી કરવામાં આવ્યો અને તેમની હાલત સ્થિર છે. તમને જણાવી દઇએ કે સોનિયાએ સોમવારે સવારે પાર્ટીના રાજ્યસભા સાથે વીડિયો કોંફરન્સ સાથે બેઠક કરી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube