નવી દિલ્હીઃ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં કારમા પરાજય બાદ કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન અને મોટા ફેરફારની ચર્ચાઓ વચ્ચે મહત્વના સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરના પ્રદેશ અધ્યક્ષોના રાજીનામા માંગી લીધા છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ આ માહિતી આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કરી આ માહિતી આપી છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રવિવારે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં કહ્યું હતું કે અમે પાર્ટીના હિતમાં ગમે તે ત્યાગ માટે તૈયાર છીએ. ત્યારબાદ વર્કિંગ કમિટીમાં સામેલ નેતાઓએ તેમના નેતૃત્વ પર વિશ્વાસ વ્યક્ત કરતા આગ્રહ કર્યો કે, સંગઠનની ચૂંટણી સંપન્ન થવા સુધી તે પદ પર બન્યા રહે. 


The Kashmir Files રિલીઝ થયા બાદ સામે આવ્યા લોકો, જણાવ્યું નરસંહારની રાતનું સત્ય


વર્કિંગ કમિટીની બેઠકમાં સામેલ નેતાઓએ સોનિયા ગાંધીને કહ્યું હતું કે તે કોંગ્રેસને મજબૂત બનાવવા માટે જરૂરી ફેરફાર કરે અને સુધારાના પગલા ભરે. સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં સાડા ચાર કલાક યોજાયેલી વર્કિંગ કમિટીની બેઠકમાં તે પણ નિર્ણય લેવામાં આવ્યો કે સંસદનું સત્ર પૂર્ણ થયા બાદ એક ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવશે, જેમાં આગામી રણનીતિની ચર્ચા કરવામાં આવશે. 


તો રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પોતાના પ્રદેશમાં ચિંતન શિબિરનું આયોજન કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો. ચિંતન શિબિર પહેલા વર્કિંગ કમિટીની વધુ એક બેઠક યોજાશે. બેઠક બાદ વર્કિંગ કમિટીના ઘણા નેતાઓએ જણાવ્યું કે, સોનિયા ગાંધીએ બેઠકમાં કહ્યું કે, અમે કોંગ્રેસ કાર્યકર્તાઓની ઈચ્છા અનુરૂપ પાર્ટીના હિતમાં કોઈપણ ત્યાગ કરવા માટે તૈયાર છીએ. ઘણા લોકો તેમના આ નિવેદનને સોનિયા ગાંધી, રાહુલ ગાંધી તથા પ્રિયંકા ગાંધીના પાર્ટીની જવાબદારીઓમાંથી મુક્ત થવાની રજૂઆત તરીકે જોઈ રહ્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube