રાજીવ ગાંધીની 31મી પુણ્યતિથિ પર ભાવુક થયા રાહુલ, પિતાને યાદ કરીને લખ્યો ઈમોશનલ મેસેજ, PM મોદીએ કર્યું ટ્વીટ
સન 1991માં આજના દિવસે આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં રાજીવ ગાંધીની હત્યા કરી દેવામાં આવી હતી. કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીએ દિલ્હીના વીરભૂમિમાં પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની 31મી પુણ્યતિથિ પર તેમણે શ્રદ્ધાંજલિ આપ્યા છે. જ્યારે રાહુલ ગાંધીએ એક વીડિયો ટ્વીટ કરીને પિતા રાહુલ ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી.
Rajiv Gandhi Death Anniversary: દેશ આજે ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 31મી પુણ્યતિથિ પર યાદ કરીને ભાવુક થયો છે. સન 1991માં આજના દિવસે આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં રાજીવ ગાંધીની હત્યા કરી દેવામાં આવી હતી. કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીએ દિલ્હીના વીરભૂમિમાં પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની 31મી પુણ્યતિથિ પર તેમણે શ્રદ્ધાંજલિ આપ્યા છે. જ્યારે રાહુલ ગાંધીએ એક વીડિયો ટ્વીટ કરીને પિતા રાહુલ ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી.
રાહુલ ગાંધીએ વીડિયો શેર કરીને લખ્યું, "મારા પિતા એક સ્વપ્નદ્રષ્ટા નેતા હતા જેમની નીતિઓએ આધુનિક ભારતને આકાર આપવામાં મદદ કરી. તેઓ એક દયાળુ વ્યક્તિ હતા, અને મારા અને પ્રિયંકાના અદ્ભુત પિતા હતા, જેમણે અમને ક્ષમા અને સહાનુભૂતિનું મૂલ્ય શીખવ્યું. મને તેમની ખૂબ યાદ આવે છે અને અમે બન્નેએ સાથે જે સમય વિતાવ્યો છે, તેણે યાદ કરું છું.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube