નવી દિલ્હી : પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 75મી જયંતી પ્રસંગે તેમને શ્રદ્ધાંજલી આપતા સોનિયા ગાંધીએ કહ્યું કે, તેમની કલ્પનાનું ભારત અનેકતા અને એકતાને એક સાથે રાખનારુ ભારત હતું. સોનિયા ગાંધીએ કહ્યું કે, રાજીવે ખેતીમાં પણ વિજ્ઞાન અને ટેક્નોલોજીનો ઉપયોગ કરીને દેશને સશક્ત બનાવ્યો.  સોનિયા ગાંધીએ કહ્યું કે, રાજીવ ગાંધીએ ભારતને માળખાગત રીતે મજબુત બનાવ્યું. આ તેમની પ્રતિબદ્ધતા હતી કે યુવાનોને 18 વર્ષમાં મતદાન કરવાનો અધિકાર મળ્યો. આ તેમનું સપનું હતું કે પંચાયતે મજબુહ થવી જોઇએ.
હવે ડોક્યુમેન્ટનાં નામે ધક્કા નહી ખવડાવી શકે સરકારી બાબુઓ, KYC અંગે સરકારનો નવો નિયમ

ગાંધીએ કહ્યું કે, ન તો સંસ્થાનનો ઉપયોગ કોઇને ડરાવવા માટે કરી. સોનિયા ગાંધીએ કહ્યું કે, નિયતીએ 28 વર્ષ પહેલા ક્રુરતાથી અમારી પાસેથી છીનવી લીધું, પરંતુ તેમના વિચાર આજે પણ આપણી સાથે છે. સોનિયાએ કહ્યું કે, 1986માં રાજીવ ગાંધીજીએ શિક્ષણ નીતિ લાવીને દેશના શિક્ષણને નવી દિશા આપી. રાજીવ ગાંધી દ્વારા સ્થાપિત જવાહર નવોદય વિદ્યાલય આજે દેશનું ગૌરવ છે, જ્યાં અસંખ્ય ગ્રામીણ બાળકો શિક્ષણ ગ્રહણ કરી રહ્યા છે.
પશુ તસ્કરોનો આતંક: વિરોધ કરનારા યુવકને ગોળી મારી દીધી
INX મીડિયા કેસ: પી. ચિદમ્બરમને પાંચ દિવસના સીબીઆઇ રિમાન્ડ
રાજીવના વર્ષોના સંઘર્ષને સમાપ્ત કરનારાઓની સમજુતી પર હસ્તાભર કર્યા: રાહુલ
કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ ગુરૂવારે પોતાનાં પિતા તથા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના પંજાબ, અસમ તથા મિઝોરમ શાંતિ સમજુતી પર હસ્તાક્ષરમાં ભુમિકા મુદ્દાને યાદ કર્યો. આ સમજુતીએ નવ વર્ષનાં સંઘર્ષ તથા હિંસાને ખતમ કરવામાં મદદ કરી.