નવી દિલ્હી :લોકસભામાં સૂચના અધિકાર કાયદા સંશોધન વિધેયકને લઈને કોંગ્રેસ સંસદીય દળની નેતા સોનિયા ગાંધીએ કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. સોનિયા ગાંધીએ આરોપ લગાવતા કહ્યું કે, કેન્દ્ર સરકાર ઐતિહાસિક સૂચનાનો અધિકાર કાયદો, 2005ને સમગ્ર રીતે નિષ્પ્રભાવી બનાવવા માંગે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કહ્યું કે, આ કાયદાને વ્યાપક વિચાર-વિમર્શ બાદ સંસદે તેને સર્વસંમત્તિથી પાસ કર્યું હતું. હવે આ કાયદો નાબૂદ થવાની અણી પર પહોંચી ચૂક્યો છે. તેમણે કહ્યું કે, ગત એક દાયકામાં અંદાજે 60 લાખથી વધુ દેશવાસીઓ, ખાસ કરીને મહિલાઓને સૂચનાના અધિકારનો ઉપયોગ કર્યો છે.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 



આ કાયદાની મદદથી પ્રશાસનના તમામ સ્તરોમાં પાદર્શિતા અને નિષ્પક્ષતાને બહુ જ મજબૂત બનાવવામાં આવી છે. આરટીઆઈનો મોટાભાગનો ઉપયોગ સમાજના નબળા વર્ગનો બહુ જ ફાયદો પહોંચાડે છે. તેમમે સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે, હાલની કેન્દ્ર સરકાર આરટીઆઈને અનુપયોગી માને છે. 


હાલની કેન્દ્ર સરકાર એ કેન્દ્રીય સૂચના આયોગની સ્વતંત્રતા નાબૂદ કરવા માંગે છે, જેને ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયા અને સીવીસી (સેન્ટ્રલ વિજીલન્સ કમિશન)ના સમકક્ષ રાખ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સોનિયા ગાંધીએ આ નિવેદન લોકસભામાં વિપક્ષના વિરોધ છતા આરટીઆઈ સંશોધન વિધેયક બિલ 2019 પાસ તયા બાદ આપ્યું હતું.