નવી દિલ્હી: 5 રાજ્યોમાં થયેલી વિધાનસભા ચૂંટણીના જે પરિણામો આવ્યા ત્યારબાદ કોંગ્રેસ ફરીથી પોતાની ખામીઓ દૂર કરવાની કોશિશ કરી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે પાર્ટીની અંદર દરેક સ્તર પર એકજૂથતા હોવી જરૂરી છે. જેથી કરીને પાર્ટી ફરીથી મજબૂત થઈ શકે. મંગળવારે કોંગ્રેસ સંસદીય દળની બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે દેશના લોકતંત્ર અને સમાજ માટે કોંગ્રેસ પાર્ટીનું મજબૂત થવું જરૂરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોનિયા ગાંધીએ ભાજપના ધ્રુવીકરણના એજન્ડા ઉપર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે તેઓ જાણે છે કે તાજેતરમાં થયેલી વિધાનસભા ચૂંટણીઓમાં હાર મળવાથી નેતાઓ કેટલા નારાજ છે. આ સાથે જ તેમણે ચિંતન શિબિર આયોજિત  કરવા ઉપર પણ ભાર મૂક્યો. સોનિયા ગાંધીએ કહ્યું કે આગળનો રસ્તો વધુ પડકારભર્યો છે. આ આપણા સમર્પણ, લચીલાપણું અને પ્રતિબદ્ધતાની પરીક્ષા છે. આપણા મોટા સંગઠનના દરેક સ્તર પર એકજૂથતા હોવી જરૂરી છે. તે સુનિશ્ચિત કરવા માટે જે પણ જરૂરી હશે તે કરવા માટે પ્રતિબદ્ધ છું. 


BJP સાંસદોને અપાઈ કામની યાદી, 15 દિવસમાં પૂરા કરવા પડશે, PM મોદીની શિખામણ


સોનિયા ગાંધીએ ભારપૂર્વક કહ્યું કે 'આપણું ફરીથી મજબૂત થવું એ  ફક્ત આપણા માટે જ મહત્વપૂર્ણ નથી પરંતુ તે આપણા લોકતંત્ર અને સમાજ માટે પણ જરૂરી છે.' 5 રાજ્યોમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં નિરાશાજનક પરિણામો બાદ કોંગ્રેસમાં એકવાર ફરીથી એકજૂથતાનો મુદ્દો ઉઠ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે તેઓ હાર બાદ નેતાઓની માનસિક સ્થિતિથી માહિતગાર છે. 


Russia-Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના કારણે ભારતને લાગ્યો આ મોટો ઝટકો!


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube