નવી દિલ્હીઃ Sonia Gandhi Mother Death: કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના માતા પાઓલા માઇનોનું શનિવારે ઇટાલીમાં તેમના આવાસ પર નિધન થઈ ગયું છે. કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે ટ્વીટ કરી તેની જાણકારી આપી છે. તેમણે કહ્યું પાઓલાને મંગળવારે અંતિમ વિદાય આપવામાં આવી હતી. નોંધનીય છે કે 24 ઓગસ્ટે કોંગ્રેસે નિવેદન જાહેર કરી જણાવ્યું હતું કે સોનિયા ગાંધી પોતાના પુત્ર રાહુલ ગાંધી અને પુત્રી પ્રિયંકા ગાંધી સાથે વિદેશ જસે. નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે નવી દિલ્હી પરત ફરતા પહેલા સોનિયા પોતાના બીમાર માતાને જોવા જશે. 


જયરામ રમેશે જણાવ્યુ હતુ કે સોનિયા ગાંધી સારવાર માટે વિદેશ ગયા છે અને આ દરમિયાન રાહુલ તથા પ્રિયંકા પણ તેમની સાથે રહેશે. એટલું જ નહીં જયરામ રમેશે જણાવ્યું હતું કે આ દરમિયાન તેઓ પોતાના બીમાર માતાને જોવા પણ જશે અને ત્યારબાદ દિલ્હી પરત ફરશે. તેનો અર્થ છે કે માતાના નિધન પહેલા લગભગ સોનિયા ગાંધીએ તેમની સાથે મુલાકાત કરી હશે. પરંતુ અત્યાર સુધી સોનિયા ગાંધીના માતાના મૃત્યુ અને અંતિમ સંસ્કાર વિશે વધુ જાણકારી સામે આવી નથી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube