`મારી પાસે શબ્દ નથી....` અબુધાબીમાં પ્રથમ હિન્દુ મંદિર જોઈ ગદગદ થયો સોનૂ નિગમ, કરી પ્રશંસા
UAE Hindu Temple Inauguration: 14 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અબુધાબીમાં પ્રથમ BAPS હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરવાના છે અને આ પહેલા બોલીવુડ સિંગર સોનૂ નિગમ ત્યાં પહોંચ્યાં છે.
અબુધાબીઃ Sonu Nigam On UAE Hindu Temple Inauguration: અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા બાદ હવે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 14 ફેબ્રુઆરીએ અબુધાબીમાં પ્રથમ BAPS હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યાં છે. જેને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ છે. આ વચ્ચે મંદિરના ઉદ્ઘાટન પહેલા બોલીવુડ સિંગર સોનૂ નિગમ અબુધાબી પહોંચ્યા છે. જ્યાં તેમણે પ્રથમ હિન્દુ મંદિરને લઈને પોતાની ભાવના વ્યક્ત કરી છે.
તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ANI સાથે વાત કરતા મંદિરને લઈને પોતાની ખુશી જાહેર કરી રહ્યાં છે અને પ્રશંસા કરી રહ્યાં છે. સોનૂ નિગમે ANI સાથે વાત કરતા પોતાની ભાવના વ્યક્ત કરી અને કહ્યું- આ અમારૂ સૌભાગ્ય છે કે અમે તેના દર્શન કરી શક્યા. સોનૂ નિગમે કહ્યું- આ મંદિરનું સ્થાન ખુબ ઉપર છે.
સોનૂ નિગમે જાહેર કરી ખુશી
તેમણે આગળ કહ્યું- આ ખુબ અદ્વિતીય મંદિર છે, તે કહેવા માટે શબ્દ નથી. અમારૂ સૌભાગ્ય સારૂ છે કે અમે તેના દર્શન કરી શક્યા છીએ અને હવે દુનિયા તેને જોશે. સોનૂ નિગમના આ વીડિયો પર યૂઝર્સ કોમેન્ટ કરી પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે. આ પહેલા અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સોનૂ નિગમે પોતાની ખુશી વ્યક્ત કરી હતી અને આ દરમિયાન ત્યાં તેણે પોતાના પરફોર્મંસથી લોકોનું દિલ જીતી લીધુ હતું.
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં પણ થયા હતા ઇમોશનલ
સાથે આ દરમિયાન સિંગર ખુબ ઇમોશનલ જોવા મળ્યા હતા. તેમણે આ સમયે એએનઆઈ સાથે વાત કરતા કહ્યું હતું કે- અત્યારે કંઈ બોલવા માટે નથી, બસ આ આંસૂ છે. તેમનો વીડિયો ખુબ વાયરલ થયો હતો. નોંધનીય છે કે સોનૂ નિગમ હંમેશા પોતાના બેબાક અંદાજ અને નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે અને તેમનો આ અંદાજ તેમના ફેન્સને ખુબ પસંદ આવે છે.