મોગાઃ Malvika Sood Joins Congress: ફિલ્મ અભિનેતા સોનૂ સૂદના બહેન માલવિકા સૂદ કોંગ્રેસમાં સામેલ થઈ ગયા છે. સોમવારે પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની અને પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધૂ માલવિકા સૂદના ઘરે પહોંચ્યા અને તેને કોંગ્રેસનું સભ્ય પદ ગ્રહણ કરાવ્યું છે. આ દરમિયાન સોનૂ સૂદ પણ હાજર રહ્યો હતો. પરંતુ સોનૂ સૂદ મુખ્યમંત્રી ચન્ની અને નવજોત સિંહ સિદ્ધુની સાથે ડાયસ પર આવ્યો નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પંજાબમાં આગામી મહિનાની 14 તારીખે ચૂંટણી છે. પંજાબમાં એક તબક્કામાં 14 ફેબ્રુઆરીએ મતદાન થશે અને 10 માર્ચે પરિણામ આવસે. માલવિકા સૂદ પંજાબના મોગાથી ચૂંટણી લડી શકે છે. 


ઉલ્લેખનીય છે કે પાછલા મહિને સોનૂ સૂદે ચંદીગઢની પાસે એક પત્રકાર પરિષદ કરી હતી, જેમાં તેણે બહેન માલવિકાના ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. પરંતુ આ દરમિયાન તેમણે પંજાબના મુખ્યમંત્રી ચન્ની સાથે પણ મુલાકાત કરી હતી. ત્યારબાદ પંજાબની રાજનીતિમાં હલચલ શરૂ થઈ અને માલવિકા કોંગ્રેસમાં સામેલ થશે તેવી અટકળો શરૂ થઈ હતી. 


સાવધાન રહો! હોસ્પિટલ પર વધી શકે છે દબાવ, કેન્દ્રએ રાજ્ય સરકારોને લખ્યો પત્ર


માલવિકાના પિતા શક્તિ સાગર સૂદનું 2016માં અને માતા સરોજબાલા સૂદનું 2007માં નિધન થઈ ગયું હતું. પોતાના માતા-પિતાની યાદમાં ભાઈ-બહેને સૂદ ચેરિટી ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી. સોનૂના પિતાની મોગામાં બોમ્બે ક્લોથ હાઉસ નામથી કપડાની દુકાન હતી. તો માતા સરોજબાલા સૂદ મોગાની ડીએમ કોલેજમાં અંગ્રેજીનો અભ્યાસ કરાવતા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube