નવી દિલ્હીઃ સાયબર એક્સપર્ટસ સામાન્ય ઈન્ટરનેટ યૂઝર્સને ઠગવા માટે રોજ નવા પેંતરા અજમાવે છે. જો ઈન્ટરનેટ પર ખાસ શબ્દોને સર્ચ કરી રહ્યાં છો તો આ લિન્ક પર ક્લિક કરતાંની સાથે તમારી માહિત ઓનલાઈન શેર થઈ જાય છે. એવું પણ કહેવાય છે કે પ્રોગ્રામની મદદથી યૂઝરના કમ્યુટરના તમામ એક્સેસ પણ સાયબર અપરાધીની પાસે જતા રહે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે મામલો
મીડિયા રિપોર્ટસ અનુસાર સાયબર સિક્યુરિટી કંપની SOPHOSએ એલર્ટ જાહેર કરી છે કે લોકો ગૂગલ પર are bengal cats Legal in australia? સર્ચ કરી રહ્યાં છે. જેમનો ડેટા ઓનલાઈન શેર થઈ રહ્યો છે. આ સર્ચ કરતાં તમારી સામે આવતી લિન્ક પર ક્લિક કરતાંની સાથે જ તમારો ડેટા સાયબર અપરાધી પાસે જાય છે. 


કંપનીનું કહેવું છે કે આ 6 શબ્દો સર્ચ કરનાર યૂઝર સાયબર ફ્રોડનો શિકાર બનવાનો ખતરો વધે છે. SOPHOSનું કહેવું છે કે માર્કેટિંગના રૂપમાં સામે આવતી આ લિન્ક મેલેશિયસ એડવેયર પર ક્લિક કરવા માટે યૂઝર્સને લાલચ આપવામાં આવે છે. આ તમામ ગૂગલ સર્ચના આધારે કરવામાં આવી રહ્યું છે. હેકર એ લોકોને નિશાન બનાવી રહ્યાં છે જેઓ સર્ચમાં australia શબ્દનો ઉપયોગ કરી રહ્યાં છે. 


SOPHOSએ કહ્યું છે કે જ્યારે યૂઝર આ રિઝલ્ટ પર ક્લિક કરે છે ત્યારે તેમની ખાનગી અને બેન્કની વિગતો Gootloader નામના પ્રોગ્રામની મદદથી ઓનલાઈન શેર થઈ જાય છે.


SEO poisoningથી કરાઈ રહ્યાં છે ટાર્ગેટ
સાયબર અપરાધી એસઈઓ પોઈઝનિંગનો ઉપયોગ કરીને ઠગાઈ કરી રહ્યાં છે. આ એવી ટેકનોલોજી છે જેમાં સર્ચ એન્જિનના રિઝલ્ટ સાથે છેડછાડ કરી ઠગ એ વેબસાઈટને ટોપ પર લાવે છે જે બોગસ હોય છે. SOPHOSએ આ પ્રકારે ઠગાઈનો ભોગ બનનારને તાત્કાલિક પોતાનો પાસવર્ડ બદલી દેવા માટે અપીલ કરી છે.