નવી દિલ્હીઃ મુખ્ય ન્યાયાધીશ એનવી રમના (CJI NV Ramana) એ સંસદીય ચર્ચાના નીચે આવી રહેલા સ્તર પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, સંસદમાં બનાવેલા કાયદામાં હવે સ્પષ્ટતા નથી. ચીફ જસ્ટિસે કહ્યુ કે, પહેલા સંસદની અંદર થનારી ચર્ચા ખુબ સમજદારી ભરેલી, સકારાત્મક થતી હતી. ત્યારે કોઈપણ કાયદા પર સારી રીતે ચર્ચા થતી હતી.. હવે ખેદજનક સ્થિતિ છે. તેમણે કહ્યું કે, ''હવે આપણે કાયદામાં ઘણું અંતર જોઈએ છીએ, કાયદા બનાવવામાં ઘણી અનિશ્ચિતતા છે'' 75માં સ્વતંત્રતા દિવસ પર સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના કાર્યક્રમમાં બોલતા ચીફ જસ્ટિસે સંસદને લઈને આ ટિપ્પણી કરી છે. 


સીજેઆઈનું આ નિવેદન સંસદના ચોમાસુ સત્રની સમાપ્તિ બાદ આવ્યું છે. વિપક્ષનો એવો આરોપ છે કે પૂરતી ચર્ચા કરાવ્યા વગર ઉતાવળમાં બિલ પાસ કરાવવામાં આવી રહ્યાં છે. ચોમાસુ સત્ર દરમિયાન સારી રીતે કામકાજ થઈ શક્યું નહીં અને છેલ્લા દિવસે શરમજનક નજારો પણ જોવા મળ્યો હતો. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube