નવી દિલ્હી: કોંગ્રેસમાંથી એક મોટા સમાચાર આવી રહ્યા છે. સૂત્રોનું માનીએ તો કોંગ્રેસને મંગળવારે મોટો આંચકો લાગ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અજય માકને પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. ખરાબ સ્વાસ્થ્યનો હવાલો આપતાં તેમણે પોતાના પદેથી રાજીનામું પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીને મોકલી દીધું છે, જોકે હજુ રાજીનામું સ્વિકારવામાં આવ્યું નથી. તમને જણાવી દઇએ કે અજય માકન સારવાર માટે વિદેશ ગયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂત્રોના હવાલે કહેવામાં આવી રહ્યું છે કે અજય માકને પોતાનું રાજીનામું 13 સપ્ટેમ્બરે જ પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીને મોકલી દીધું હતું. જોકે કોંગ્રેસ દ્વારા હજુ તેના પર કોઇ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. માનવામાં આવી રહ્યું છે કે દિલ્હીના આગામી વિધાનસભાની ચૂંટણીને જોતાં આ કોંગ્રેસ માટે મોટો આંચકો છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસ હવે કોઇ યુવા ચહેરાને નવી જવાબદારી સોંપવામાં આવી શકે છે.


આ પહેલાં જ્યારે નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસની હાર થઇ હતી, ત્યારે પણ અજય માકને પોતાના રાજીનામાની ઓફર કરી હતી. પરંતુ ત્યારે તેમનું રાજીનામું સ્વિકારવામાં આવ્યું ન હતું.