કોંગ્રેસને મોટો ફટકો, ગુંડાઓને પાર્ટીમાં પ્રાથમિકતા મળવા મુદ્દે નારાજ પ્રિયંકા ચતુર્વેદીએ પાર્ટી છોડી- સૂત્ર
કોંગ્રેસ માટે મોટા ફટકા સમાન સમાચાર સામે આવી રહ્યાં છે. કોંગ્રેસના ફાયરબ્રાન્ડ નેતા અને પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ આજે પાર્ટી સાથે છેડો ફાડ્યો હોવાના અહેવાલ છે.
નવી દિલ્હી: કોંગ્રેસ માટે મોટા ફટકા સમાન સમાચાર સામે આવી રહ્યાં છે. કોંગ્રેસના ફાયરબ્રાન્ડ નેતા અને પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ આજે પાર્ટી સાથે છેડો ફાડ્યો હોવાના અહેવાલ છે. સમાચાર એજન્સી પીટીઆઈએ સૂત્રોના હવાલે જણાવ્યું છે કે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને પાર્ટીના મીડિયા સેલના સંયોજક પ્રિયંકા ચતુર્વેદીએ રાજીનામું આપ્યું છે. આ અગાઉ કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ પોતાના ટ્વિટર હેન્ડલથી પ્રવક્તા પદ હટાવી દીધુ હતું. આ સાથે જ તેમણે કોંગ્રેસના વોટ્સએપ ગ્રુપ (AICC online media) નો પણ સાથ છોડી દીધો હતો. જેનાથી પાર્ટી વિરુદ્ધ તેમની નારાજગી અને કોંગ્રેસ છોડવાની અટકળો તેજ થઈ ગઈ હતી.
ચૂંટણી ટાણે જ કોંગ્રેસ માટે માઠા સમાચાર, ફાયરબ્રાન્ડ મહિલા નેતાએ પાર્ટી છોડ્યાની અટકળો તેજ
અત્રે જણાવવાનું કે 17 એપ્રિલના રોજ કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ પોતાની સાથે ગેરવર્તણૂંક કરનારા મથુરાના કેટલાક પાર્ટી કાર્યકરો વિરુદ્ધ અનુશાસનાત્મક કાર્યવાહી રદ કરવાનો વિરોધ કરતા દાવો કર્યો હતો કે આવા લોકોને પ્રાથમિકતા અપાય તે દુ:ખની વાત છે.
પ્રિયંકાએ ટ્વિટ કરીને કહ્યું કે, "ખુબ જ દુ:ખની વાત છે કે પાર્ટી લોહી પરસેવો વહાવીને કામ કરનારા લોકોની જગ્યાએ મારપીટ કરનારા ગુંડાઓને વધુ પ્રાથમિકતા આપે છે. પાર્ટી માટે મેં અભદ્ર ભાષાથી લઈને મારપીટ સહન કરી, પરંતુ આમ છતાં જે લોકોએ મને પાર્ટીની અંદર જ ધમકી આપી, તેમની સામે કોઈ નક્કર કાર્યવાહી ન થઈ, તે ખુબ જ દુર્ભાગ્યપૂર્ણ છે."
જુઓ LIVE TV