15 ઓગસ્ટે ભારતની સાથે આ 3 દેશ પણ મનાવે છે આઝાદીનો જશ્ન
15 ઓગસ્ટની તારીખ માત્ર ભારત જ નહીં પરંતુ દુનિયાના બીજા ત્રણ દેશોને પણ આઝાદી મળી હતી.
નવી દિલ્હીઃ 15 ઓગસ્ટ આવવાની સાથે દેશ આઝાદીના 71માં વર્ષનો જશ્ન મનાવવાની તૈયારી કરી રહ્યો છે. આ દિવસે વર્ષ 1947માં ભારત અંગ્રેજોની આશરે 200 વર્ષની ગુલામીમાંથી આઝાદ થયો હતો. પરંતુ શું તમે જાણો છો ભારતની સાથે બીજા ત્રણ દેશ છે જે આ દિવસે પોતાની આઝાદીનો જશ્ન મનાવે છે. કારણ કે 15 ઓગસ્ટે જ આ દેશોએ પણ પરતંત્રતામાંથી સ્વતંત્રતાની તરફ પગલું માંડ્યું હતું. આવો જાણીએ આ દેશો વિશે..
15 ઓગસ્ટે ભારત સિવાય ત્રણ અન્ય દેશોનો પણ સ્વતંત્રતા દિવસ છે, જેમાં દક્ષિણ કોરિયા, બહરીન અને કાંગોનું નામ સામેલ છે. મહત્વનું છે કે દક્ષિણ કોરિયાએ જાપાન પાસેથી 15 ઓગસ્ટ 1945, બહરીને બ્રિટન પાસેથી 15 ઓગસ્ટ 1971 અને કાંગોને ફ્રાન્સ પાસેથી 15 ઓગસ્ટ 1960ના આઝાદી મળી હતી. આ દેશોમાં પણ દર વર્ષે 15 ઓગસ્ટે જશ્ન મનાવવામાં આવે છે.
કહેવામાં આવે છે કે બ્રિટન ભારતને 1947મં નહીં પરંતુ વર્ષ 1948માં આઝાદ કરવા ઈચ્છતુ હતું પરંતુ મહાત્મા ગાંધીના ભારત છોડો આંદોલનથી પરેશાન થઈને અંગ્રેજોએ ભારતને એક વર્ષ પહેલા એટલે કે 15 ઓગસ્ટે 1947ના દિવસે આઝાદ કરવાનો નિર્ણય લઈ લીધો. ભારતમાં આઝાદીનો જંગ પહેલા જ 1930માં શરૂ થઈ ગયો હતો.
આ સિવાય ભારતમાં આઝાદીને લઈને જંગની આર-પારનો પ્રયત્ન વર્ષ 1930થી જ શરૂ થઈ ગયો જ્યારે 1929 લાહોર સત્રમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે પૂર્ણ સ્વરાજની જાહેરાત કે ભારતની આઝાદીની જાહેરાતનો પ્રચાર કર્યો.