ગોરખપુર : ઉત્તરપ્રદેશમાં અત્યાર સુધી બે ધ્રુવો પર ઉભેલી એસપી અને બીએસપીએ ગોરખપુર અને ફૂલપુર લોકસભા સીટ પર પેટા ચૂંટણી માટે ગઠબંધનનો નિર્ણય લીધો છે. તે ઉપરાંત બસપાએ રાજ્યસભા ચૂંટણીમાં પણ સપા ઉમેદવારોને સમર્થન આપવાની વાત કરી છે. ગોરખપુરમાં થયેલી બસપાની બેઠકમાં સપા ઉમેદવારને સમર્થન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પુર્વોત્તર રાજ્યમાં ભાજપનાં શાનદાર પ્રદર્શન બાદ હવે તેને પહેલાથી જ આકરી ટક્કર યૂપીમાં મળી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગોરખપુર અને ફૂલપુર લોકસભા સીટ પર 11 માર્ચે ચૂંટણી થવાની છે અને 14 માર્ચે મતગણતરી થશે. બંન્ને સીટો ભાજપ માટે ખુબ જ મહત્વપુર્ણ છે કારણ કે, ગોરખપુરથી હાલનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ફુલપુરનાં ડેપ્યુટી સીએમ કેશવપ્રસાદ મોર્ય સાંસદ હતા. આ બંન્નેનાં રાજીનામાં બાદ જ આ સીટો ખાલી થઇ છે. આ પેટા ચૂંટણી મુદ્દે ચર્ચા થઇ છે કે ભાજપને હરાવવા માટે બસપા પોતાની ઘોર વિરોધી ગણાતી સમાજવાદી પાર્ટીનું સમર્થન કરી શકે છે. 
 


રાજ્યસભા માટે માયાવતીએ સમર્થન આપ્યું હોવાનો મત્ત
ઉત્તરપ્રદેશની રાજનીતિનાં જાણકારોનું કહેવું છે કે, સંભવત માયાવતીએ રાજ્યસભામાં જવા માટે પણ સમાજવાદી પાર્ટીને સમર્થન આપવાનો દાવો પણ ચલાવ્યો છે. યૂપીમાં 23 માર્ચે 10 રાજ્યસભા સીટો માટે પેટા ચૂંટણી યોજાવાની છે. 19 ધારાસભ્યોવાળી બસપા એક પણ સીટ જીતવાની સ્થિતીમાં નથી, એવામાં સપા પાસે એક સીટનાં સમર્થનની આશા છે. 


રામ લહેર બાદ મોદી લહેરથી બચવા સપા-બસપા સાથે આવ્યા
અગાઉ 1993માં સપા - બસપા એક ચૂંટણી લડી ચુકી છે. ત્યારે લક્ષ્ય રામમ લહેરને અટકાવવાનું હતું. ત્યારે સપા-બસપા ગઠબંધનને 176 સીટો મળી હતી જ્યારે ભાજપને 177 સીટો મળી હતી. ગેસ્ટ હાઉસ કાંડ બાદ ગઠબંધન તુટ્યું તો આજ સુધી બંન્ને સાથે આવી શક્યા નહોતા. જો કે અખિલેશ ઘણી વાર ખુલ્લા મંચ પરથી ગઠબંધનનો પ્રસ્તાવ આપી ચુક્યો છે, જો કે માયાવતીએ ઇન્કાર જ નહોતો કર્યો.