લખનઉઃ બસપા સુપ્રીમો માયાવતીએ વિધાનસભાની આગામી પેટા ચૂંટણી એકલા જ લડવાનો નિર્ણય કર્યા પછી સમાજવાદી પાર્ટીએ જણાવ્યું કે, આ કોઈ આધિકારિક નિવેદન નથી એટલે હાલ તેના પર કોઈ પ્રતિક્રિયા આપી શકાય નહીં. પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ જ આ અંગેનો અંતિમ નિર્ણય કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બસપાના વલણ પછી સપાના મુખ્ય પ્રવક્તા રાજેન્દ્ર ચૌધરીએ જણાવ્યું કે, "માયાવતીએ જે નિવેદન આપ્યું છે તે તેમની પાર્ટીની આંતરિક બેઠકમાં આપ્યું છે. કોઈ આધિકારીક નિવેદન નથી. અખિલેશ જ નક્કી કરશે કે શું થયું છે અને તેમાં સત્ય કેટલું છે. માત્રો લોકો પાસેથી સાંભળેલી વાત છે. અખિલેશ યાદવ અત્યારે આઝમગઢના પ્રવાસે છે. તેઓ પાછા આવશે પછી અંતિમ નિર્ણય લેવાશે."


તેમણે વધુમાં જણાવ્યું કે, બસપા તરફથી કોઈ આધિકારીક નિવેદન અમારી પાસે આવ્યું નથી, એટલે અમે હજુ રાહ જોઈશું. 


સુત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર માયાવતીએ લોકસભા ચૂંટણીમાં ગઠબંધન સહયોગી સપાની યાદવ વોટબેન્ક બસપામાં સ્થાનાંતરિત ન થવાની દલીલ રજૂ કરતા બેઠકમાં હાજર રહેલા પાર્ટીના પદાધિકારીઓને જણાવ્યું કે, હવે આપણે 'ગઠબંધનો' પર આધારિત રહેવાની જરૂર નથી. તેના બદલે પાર્ટીનું સંગઠન મજબૂત કરીને આગામી વિધાનસભાની પેટાચૂંટણી એકલા હાથે લડવાની તૈયારી શરૂ કરી દો. તેમણે કહ્યું કે, લોકસભા ચૂંટણીમાં બસપાને જે સીટ પર સફળતા મળી છે તેમાં માત્ર પાર્ટીની પસંપરાગત વોટબેન્કનું જ યોગદાન છે. 


જૂઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...