બરેલીઃ ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી વચ્ચે સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે મોટુ નિવેદન આપ્યું છે. અખિલેશ યાદવ પાર્ટીનો પ્રચાર કરવા માટે ઉત્તરપ્રદેશના બરેલી પહોંચ્યા હતા. ત્યાં તેમણે કહ્યું કે, કાયદો તોડનાર લોકો સમાજવાદી પાર્ટીને મત ન આપે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

10 ફેબ્રુઆરીએ જ આવી ગયું પરિણામ
સપા પ્રમુખ અખિલેશ યાદવે કહ્યુ કે, કાયદો તોડનાર સપાને મત ન આપે. પ્રથમ તબક્કાના મતદાન બાદ પરિણામ 10 માર્ચે નહીં 10 ફેબ્રુઆરીએ આવી ગયું છે. ગઠબંધનની સરકાર બનવા જઈ રહી છે. કિસાન, યુવાઓ અને દરેક વર્ગનું સમર્થન મળી રહ્યું છે. ડબલ એન્જિન સરકારે ભ્રષ્ટાચારને ડબલ કરવાનું કામ કર્યુ છે.


પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ
ચૂંટણી પંચ અનુસાર ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન 60.17 ટકા નોંધાયુ છે. જે 11 જિલ્લામાં મતદાન થયું, તેમાં આગરામાં 60.23 ટકા, અલીગઢમાં 60.49 ટકા, બાગપતમાં 61.25 ટકા, બુલંદશહરમાં 60.57 ટકા, ગૌતમબુદ્ધ નગરમાં 54.38 ટકા, ગાઝિયાબાદમાં 52.43 ટકા, હાપુડમાં 60.53 ટકા મતદાન થયું છે. 


આ પણ વાંચોઃ વેક્સીનના ક્ષેત્રમાં ભારત સુપર પાવર બનવાની નજીક, 96 ટકા વસ્તીને મળ્યો એક ડોઝ


ચૂંટણી પંચના આંકડા પ્રમાણે મથુરામાં 62.90 ટકા, મેરઠમાં 60 ટકા, મુઝફ્ફરનગરમાં 65.32 ટકા અને શામલીમાં 66.14 ટકા મતદાન થયું છે. 


ઉત્તર પ્રદેશ વિધાનસભાની 403 સીટોમાં સાત તબક્કામાં ચૂંટણી યોજાવાની છે, જેમાં 10 ફેબ્રુઆરીએ પ્રથમ તબક્કામાં 58 સીટો પર મતદાન થયું છે. અહીં 634 ઉમેદવાર મેદાનમાં હતા. 14 ફેબ્રુઆરીએ બીજા તબક્કાનું મતદાન થશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube